બેવડાં ધોરણ / આતંકવાદને છાવરતું ચીન પોતાના દેશમાં મુસ્લિમોને દાઢી પણ નથી વધારવા દેતું

who are the Uyghurs and why is the Chinese government detaining them
X
who are the Uyghurs and why is the Chinese government detaining them

 • મસૂદ અઝહરને આતંકવાદી ગણવા ઈનકાર કરતું ચીન પોતાના દેશમાં દરેક મુસ્લિમને આતંકવાદી માને છે
 • સોશિયાલિસ્ટ ઈસ્લામના નામે ધર્મ પર સામ્યવાદને હાવી બનાવવાનો પ્રયાસ

divyabhaskar.com

Mar 15, 2019, 01:17 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ અઝહર મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયાસો સામે વારંવાર વિટો પાવરના રોડાં નાંખનાર ચીન પોતાના દેશમાં આતંકવાદ ઊભો જ ન થાય તેની બહુ કડકાઈભરી તકેદારી રાખે છે. પાકિસ્તાનને અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને છાવરતું ચીન પોતાના દેશમાં ઉઈગર પ્રાંતના મુસ્લિમોના પ્રાથમિક અધિકારો પણ છીનવી રહ્યું છે. એટલું જ નહિ, ઈસ્લામનું પણ સામ્યવાદીકરણ કરવાના પ્રયાસો કરે છે. 
1. ઈસ્લામ ધર્મ પણ હવે મેડ ઈન ચાઈના
ચીનમાં આશરે 2 કરોડ મુસ્લિમો છે. સત્તાવાર રીતે ચીને ઈસ્લામ સહિત પાંચ ધર્મોને માન્યતા આપેલી છે. પરંતુ ઈસ્લામ એક જ એવો ધર્મ છે જેનાં રીતિ-રિવાજ અને ધાર્મિક પરંપરાના પાલન સામે ચીન બહુ જ કડકાઈથી નજર રાખે છે. એટલું જ નહિ, ઈસ્લામ ધર્મ પાળનારાઓ આતંકવાદના રસ્તે ન જાય એ માટે ચીન ભારે તકેદારી પણ રાખે છે. એ માટે માનવ અધિકારની કે ધાર્મિક સ્વાતંત્ર્યની પણ ચીને પરવા કરી નથી. ચીને ભારે સખ્તાઈથી ઈસ્લામ ધર્મને પણ સામ્યવાદી બનાવી દેવાના પ્રયાસો કર્યા છે અને એ માટે ખાસ પ્રકારના કેમ્પમાં મુસ્લિમોનું બ્રેઈનવોશ કરવામાં આવે છે. 
2. આવી રીતે થાય છે ઈસ્લામનું સામ્યવાદીકરણ
 • ચીને પોતાની રીતે ઈસ્લામ ધર્મ બનાવ્યો છે, જેને સોશિયાલિસ્ટ ઈસ્લામ નામ આપ્યું છે. 
 • સોશિયાલિસ્ટ ઈસ્લામના નામે ચીન મુસ્લિમોની ધાર્મિક કટ્ટરતા ઓછી થાય અને સામ્યવાદ પ્રત્યેની શ્રદ્ધા વધે એવી શિસ્ત લાદવા ધારે છે. 
 • મુસ્લિમોને દાઢી વધારવાની મનાઈ. નમાજ પઢવામાં પણ સોશિયાલિસ્ટ ઈસ્લામના કાનૂનનો અમલ કરવો ફરજિયાત. 
 • મુસ્લિમ ધર્મીઓ મહંમદ, રસૂલ, રફિક કે યુસુફ જેવા ઈસ્લામિક નામો ન રાખી શકે. ઉઈગર પ્રાંતની પરંપરા મુજબ ચીની નામ રાખવાની છૂટ. 
 • સંતતિ નિયમન અંગે ચીને રાષ્ટ્રિય કાયદો હળવો બનાવ્યો છે પરંતુ ઉઈગર પ્રાંતના મુસ્લિમો માટે તેનો અમલ ફરજિયાત છે. બે બાળક પછી ફરજિયાત ખસીકરણ થાય છે. 
 • રમજાન મહિનામાં રોજા રાખવામાં પણ ચીન આડોડાઈ કરે છે અને મુસ્લિમ સ્ત્રીઓને હિજાબ પહેરવા પર તો સખ્ત પાબંદી છે. 
 • 5થી 15 વર્ષના બાળકોએ સામ્યવાદના સિદ્ધાંતોનો ફરજિયાત અભ્યાસ કરવો પડે. આ કાયદાથી ચીન મુસ્લિમોની ભાવિ પેઢીનું બ્રેઈનવોશ કરવા ધારે છે. 
 • સામ્યવાદના અભ્યાસ માટે ચીને ખાસ પ્રકારનો અભ્યાસક્રમ તૈયાર કરેલો છે. તેની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા મુસ્લિમોને જ નોકરી મળી શકે છે. 
 • નોકરી મેળવવા માટે મુસ્લિમોને ચીની ભાષા આવડવી ફરજિયાત ગણાય છે. 
 • આવા કાયદાના ભંગ કરનારને કોન્સનટ્રેશન કેમ્પમાં ધકેલી દેવામાં આવે છે. હાલ આશરે 10 લાખ ઉઈગર મુસ્લિમો પર કોન્સન્ટ્રેશન કેમ્પમાં અત્યાચારો થઈ રહ્યા છે. 
3. છતાંય પાકિસ્તાન સહિતના ઈસ્લામિક દેશો ચૂપ
ચીન પોતાના દેશમાં મુસ્લિમોને તેમનો ધર્મ પાળવા દેતું નથી. તેમની સ્વતંત્રતા છીનવી રહ્યું છે અને તેમના પર અમાનવિય અત્યાચારો ગુજારે છે તેમ છતાં પાકિસ્તાન કે સાઉદી અરેબિયા સહિતના માંધાતા કહેવાતા ઈસ્લામિક દેશો તદ્દન ચૂપ છે. 
કાશ્મીરમાં માનવ અધિકારના હનનના નામે છાશવારે છાજિયા લેતું પાકિસ્તાન ઉઈગર મુસ્લિમોના અધિકાર માટે એક અક્ષર કદી બોલ્યું નથી. કારણ કે મોટાભાગના ઈસ્લામિક દેશો ચીનની આર્થિક તાકાત અને ઉપકારના બોજ તળે દબાયેલા છે. ચીને પાકિસ્તાનમાં 50 અબજ ડોલર જેટલું ગંજાવર રોકાણ કર્યું છે. જે આર્થિક રીતે માંદલા પાકિસ્તાનની જીવાદોરી સમાન છે. 
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી