તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમે જૈશ આતંકીઓ પર કાર્યવાહી કરીઃ સુષ્મા; પાક વિદેશ મંત્રીનો OICમાં હાજર રહેવાનો ઇન્કાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુષમાએ કહ્યું કે, પાકે પુલવામા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનો ઇન્કાર કર્યો હતો - Divya Bhaskar
સુષમાએ કહ્યું કે, પાકે પુલવામા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનો ઇન્કાર કર્યો હતો
 • સુષમાએ વુઝેનમાં કહ્યું કે, ભારત કોઇ પણ રીતે તણાવ વધારવા નથી ઇચ્છતા
 • પાકિસ્તાન બોર્ડર પર કાર્યવાહીમાં અમે ધ્યાન રાખ્યું કે, કોઇ સિવિલિયન્સના મોત ના થાય 

બીજિંગઃ ચીનના વુઝેનમાં રશિયા-ભારત-ચીનના વિદેશ મંત્રીઓની 16મી બેઠક ચાલી રહી છે. તેમાં સુષમા સ્વરાજે પુલવામા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. સુષમાએ પાકની બોર્ડરમાં ભારતના હુમલાને લઇને કહ્યું કે, આ કોઇ સૈન્ય અભિયાન નહતું. તેમાં પાકિસ્તાનના કોઇ પણ સૈન્ય પ્રતિષ્ઠાનને નિશાન નથી બનાવામાં આવ્યું. માત્ર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાંઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. ભારત કોઇ પણ પ્રકારે તણાવ વધારવા નથી ઇચ્છતું, અમે જવાબદારી અને સંયમથી કામ કરતા રહીશું. પુલવામા હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ મંગળવારે સવારે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરીને જૈશના અનેક ઠેકાણાંઓને નષ્ટ કરી દીધા હતા જેમાં 350 આતંકીઓ માર્યા ગયા હતા. 


આ ઉપરાંત વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ચીનના વિદેશ મંત્રી વાંગ યીની સાથે થયેલી મુલાકાતમાં જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકી હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે આતંકવાદનો સખત વિરોધ કરીએ છીએ. પરંતુ ચીનને એ બાબતનો પણ વિશ્વાસ છે કે, પાકિસ્તાન પણ હંમેશાથી આતંકવાદનો વિરોધ કરતું આવ્યું છે. ચીને સુષમા સ્વરાજના આતંકી ઠેકાણાંઓને ટાર્ગેટ કર્યા તેવા નિવેદનને બિરદાવ્યું હતું અને કહ્યું કે, તેઓ પાકિસ્તાન સાથે આ અંગે ચર્ચા-વિચારણા કરશે જેથી સ્થિતિ વધુ ખરાબ ના બને. વાંગ યીએ કહ્યું કે, ચીન ભારત અને પાકિસ્તાન બંને દેશોનું મિત્ર છે અને અમે આશા રાખીએ છીએ કે, ઇન્વેસ્ટિગેશનની મદદ લઇ બંને દેશોની સ્થિતિને કંટ્રોલમાં લાવવાના પ્રયત્નો થાય અને શાંતિ જળવાઇ રહે. 

 

પાકિસ્તાનના વિદેશ મંત્રીની OIC મીટિંગમાં હાજરીનો ઇન્કાર 

 

ચીન બાદ સુષમા સ્વરાજ યુનાઇટેડ આરબ અમિરાતમાં ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન (OIC)માં ભાગ લેવા જશે. જેના પગલે પાકિસ્તાનના ફોરેન મિનિસ્ટર શાહ મહેમૂદ કુરૈશીએ આ સમિટમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો છે. 

કુરૈશીએ કહ્યું કે, અમે આ મુદ્દે યુએઇના અધિકારીઓ સાથે વાતચીત પણ કરી છે. અમે સુષમા સ્વરાજની હાજરીનો વાંધો ઉઠાવ્યો છે. અમે આ સમિટના અધિકારીઓને કહ્યું કે, ભારતે ઘાતક હુમલો કર્યો છે. 

સુષમાએ કહ્યું કે, પાકિસ્તાન પોતાની જમીન પર આતંકી જૂથો હોવાના અને તેના પર કાર્યવાહી કરવાનો સતત ઇન્કાર કરતું રહ્યું હતું. જૈશ ભારતના અનેક હિસ્સાઓમાં આતંકી હુમલાનું કાવતરું કરી રહ્યું હતું. આ જ કારણોસર અમારી સરકારને અચાનક હુમલાનો નિર્ણય લેવો પડ્યો. અમે એ વાતનું ધ્યાન રાખ્યું છે કે, આ કાર્યવાહી દરમિયાન કોઇ સામાન્ય નાગરિકોના મોત ના થાય. 

ભારતના વિદેશ મંત્રી અનુસાર, પુલવામા આતંકી હુમલા બાદ જૈશ અને પાકિસ્તાનમાં સ્થિત અન્ય આતંકી જૂથો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે આતંરરાષ્ટ્રીય સમુદાયે પણ કહ્યું હતું. પરંતુ પાકિસ્તાને તેને ગંભીરતાથી લેવાના બદલે કોઇ પણ પ્રકારની કાર્યવાહીથી ઇન્કાર કરી દીધો. સાથે જ પુલવામા હુમલામાં જૈશનો હાથ હોવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. 

સુષમાએ કહ્યું કે, આવા કાયરતાપૂર્ણ આતંકી હુમલા તમામ દેશોને ચેતવણી આપી રહ્યા છે. તેના વિરૂદ્ધ ઝીરો ટોલરન્સ દેખાડવા અને નિર્ણાયક કાર્યવાહી કરવાની જરૂર છે. હાલમાં જ થયેલા પુલવામા હુમલા બાદ અમે સચેત છીએ. હુમલામાં અમારાં 40 જવાન શહીદ થયા હતા. જૈશ કાશ્મીરમાં પોતાની ગતિવિધિઓ સંચાલિત કરે છે. તેને પાક પાસેથી મદદ પણ મળે છે. 

સુષમાએ બેઠકમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને રશિયાના વિદેશ મંત્રી સર્ગે લાવરોવની સાથે વાતચીત કરી. તેઓએ કહ્યું કે, ગત વર્ષે એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ શી જિનપિંગની વુહાનમાં અનૌપચારિક મુલાકાત બાદ બંને દેશોના સંબંધોમાં ઘણો સુધારો આવ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો