ચીન / અલીબાબાના ફાઉન્ડરે ઓવર ટાઇમ વર્ક કલ્ચરના વખાણ કર્યા, સોશિયલ મીડિયામાં લોકોએ નિંદા કરી

ચીનની ટેક ઇન્ડસ્ટ્રીમાં કામ શરતોને લઇને વિવાદ વધી રહ્યો છે. (ફાઇલ)
ચીનની ટેક ઇન્ડસ્ટ્રીમાં કામ શરતોને લઇને વિવાદ વધી રહ્યો છે. (ફાઇલ)
X
ચીનની ટેક ઇન્ડસ્ટ્રીમાં કામ શરતોને લઇને વિવાદ વધી રહ્યો છે. (ફાઇલ)ચીનની ટેક ઇન્ડસ્ટ્રીમાં કામ શરતોને લઇને વિવાદ વધી રહ્યો છે. (ફાઇલ)

  • અલીબાબાના ફાઉન્ડરે કહ્યું, એવા લોકોની જરૂર નથી જેઓ માત્ર 8 કલાક કામ કરવાનો વિચાર કરે છે. 
  • લોકોને સવાલ કર્યો, શું કંપનીઓ ઓવરટાઇમ કમ્પેન્સેશન આપે છે?

divyabhaskar.com

Apr 13, 2019, 05:59 PM IST
બીજિંગઃ ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબના ફાઉન્ડર જેક માનું કહેવું છે કે, તેમની કંપનીમાં નોકરી કરવી છે તો દરરોજ 12 કલાક અને અઠવાડિયામાં 6 દિવસ કામ કરવું પડશે. જેકે કહ્યું કે, તેઓને એવા લોકોની જરૂર નથી જે 8 કલાક નોકરી કરવાનો વિચાર કરે છે. બ્લૂમબર્ગ રિપોર્ટ અનુસાર, તેમના નિવેદનની સોશિયલ મીડિયા પર નિંદા થઇ રહી છે. 
1. જેક માએ 996 વર્ક કલ્ચરનું સમર્થન
એક ઇન્ટર્નલ મીટિંગમાં માએ સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી, 6 દિવસ કામ કરવાના 996 વર્ક કલ્ચરનું સમર્થન કર્યુ. ચીનની માઇક્રોબ્લોગિંગ સાઇટ વેબો પર અલીબાબાના ઓફિશિયલ એકાઉન્ટ પર તેનો ઉલ્લેખ છે. જેક માનું કહેવું છે કે, 996 હેઠળ કામ કરવાથી ખુશી મળે છે. તમારે અલીબાબા જોઇન કરવું હશે તો 12 કલાક કામ કરવા માટે તૈયાર રહેવું પડશે. નહીં તો કંપની જોઇન કરીને પરેશાન થવાની જરૂર નથી. 
ચીનના સૌથી મોટાં અમીર જેક માના નિવેદનની નિંદા થઇ રહી છે. વેબો પર એક યૂઝરે તેમના વિચારોને બકવાસ ગણાવ્યા છે. યૂઝરે કહ્યું કે, જેક માએ એ નથી જણાવ્યું કે, તેમની કંપની 996 શિડ્યૂલ માટે ઓવરટાઇમ કમ્પેન્સેશન આપે છે? લોકોને પોતાના તર્કના બદલે કાયદાનું પાલન કરવું જોઇએ. બીજાં યૂઝરે કહ્યું કે, બોસ 996ને એટલાં માટે ફૉલો કરે છે કારણ તેઓ પોતે પણ આ જ પ્રકારે કામ કરે છે. આનાથી જ તેઓની સંપત્તિ વધી છે. 
જેક માનું આ નિવેદન એવા સમયે આવી છે જ્યારે ઓવરટાઇમ મુદ્દે ચીનમાં વિવાદ ચાલી રહ્યો છે. માર્ચમાં 996 આઇસીયુ બેનર હેઠળ ચીનની ટેક ઇન્ડસ્ટ્રીના પ્રોગ્રામર્સના કામની શરતોને લઇને વિરોધ પ્રદર્શન થયા હતા. આ પ્રદર્શન હેઠળ ટેક ઇન્ડસ્ટ્રીના એવા લોકોને આગળ આવવાની અપીલ કરી છે કે, જેમની કંપનીઓ વધુ પૈસા આપ્યા વગર વધુ કામ કરાવે છે. તેમાં અલીબાબા અને તેમની અન્ય કંપની આન્ટ ફાઇનાન્શિયલનું નામ પણ લીધું હતું. 
ચીનની ટેક ઇન્ડસ્ટ્રીમાં પ્રોગ્રામર્સ અને સ્ટાર્ટઅપના ફાઉન્ડર્સના અચાનક મોતના અનેક મામલાઓ સામે આવ્યા છે. કામના લાંબા અવર્સના કારણે તણાવ વધી રહ્યો છે. માર્ચમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પણ પ્રોગ્રામર્સે આ જ મેસેજ આપ્યો હતો કે, 996 વર્ક શિડ્યૂલને ફૉલો કરી તમે પોતાને આઇસીયુમાં પહોંચાડવા જોખમ ઉઠાવી રહ્યા છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી