વિરોધ / ચીનની બીજી BRI બેઠકમાં 100 દેશોના પ્રતિનિધિ સામેલ થશે, ભારત બહિષ્કાર કરશે

આ અગાઉ ચીને પ્રથમ બીઆરઆઇ બેઠક વર્ષ 2017માં કરી હતી, જેનો ભારતે બહિષ્કાર કર્યો હતો. (ફાઇલ)
આ અગાઉ ચીને પ્રથમ બીઆરઆઇ બેઠક વર્ષ 2017માં કરી હતી, જેનો ભારતે બહિષ્કાર કર્યો હતો. (ફાઇલ)
X
આ અગાઉ ચીને પ્રથમ બીઆરઆઇ બેઠક વર્ષ 2017માં કરી હતી, જેનો ભારતે બહિષ્કાર કર્યો હતો. (ફાઇલ)આ અગાઉ ચીને પ્રથમ બીઆરઆઇ બેઠક વર્ષ 2017માં કરી હતી, જેનો ભારતે બહિષ્કાર કર્યો હતો. (ફાઇલ)

  • આતંકી મસૂદ અઝહરનો વૈશ્વિક મંચ પર બચાવ કરનાર ચીનને એકવાર ફરીથી ભારત ઝટકો આપશે 
  • ચીન બેલ્ડ એન્ડ રોડ ઇનિશિએટિવની બીજી બેઠક આયોજિત કરશે, ભારત તેનો વિરોધ કરશે 

divyabhaskar.com

Apr 01, 2019, 12:17 PM IST
બીજિંગ/નવી દિલ્હીઃ ભારતે એકવાર ફરીથી ચીનની BRI (બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ)ને લઇને યોજાનારી બેઠકનો બહિષ્કાર કરવાના સંકેત આપ્યા છે. ચીનનો દાવો છે કે, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવની બીજી બેઠકમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિ સામેલ થવા જઇ રહ્યા છે. એક વરિષ્ઠ ચીની અધિકારીએ શનિવારે જણાવ્યું કે, આ બેઠકમાં અંદાજિત 40 દેશોની સરકારના નેતા પણ ભાગ લેશે. 
1. 2017માં પ્રથમ બેઠક મળી હતી
આ અગાઉ ચીને પ્રથમ બીઆરઆઇ બેઠક વર્ષ 2017માં કરી હતી, જેનો ભારતે બહિષ્કાર કર્યો હતો. બીઆરઆઇ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો હેતુ વિશ્વમાં ચીનના રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો વિકાસ કરવા અને ચીનના પ્રભૂત્વને વધારવાનો છે. 
ભારતે પ્રથમ બીઆરઆઇ બેઠકનો બહિષ્કાર કર્યા બાદ હવે બીજી બેઠકનો બહિષ્કાર કરવાના સંકેત આપ્યા છે. ચીનની બીઆરઆઇનો ભારત એટલાં માટે વિરોધ કરી રહ્યું છે, કારણ કે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)થી પસાર થાય છે. ભારતે તેને પોતાના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 
3. PoK ભારતનો હિસ્સો છે
ભારતનું કહેવું છે કે, પીઓકે ભારતનો હિસ્સો છે અને તેના પર પાકિસ્તાને ગેરકાયદે કબજો કરીને રાખ્યો છે. એવામાં ભારતની મંજૂરી વગર ચીન પીઓકેથી ઇકોનોમિક કોરિડોર ના બનાવી શકે. જો ચીન પીઓકેથી ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પસાર થયો, તો તે ભારતના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાશે. 
હાલમાં જ ચીનમાં ભારતના એમ્બેસેડર વિક્રમ મિસરીએ ચીનના સરકારી ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યુમાં બીજી બીઆરઆઇ બેઠકનો બહિષ્કાર કરવાની પણ વાત કહી હતી. વળી, ચીનના સ્ટેટ કાઉન્સિલર યાંગ જેઇચીએ સરકારી સમાચાર એજન્સી શિન્હુઆને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, બીઆરઆઇની બીજી બેઠકમાં 40 દેશોની સરકારોના નેતા સહિત 100થી વધુ દેશોના પ્રતિનિધિ ભાગ લેશે. 
5. શું છે BRI પ્રોજેક્ટ?
ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ BRIને ચીને આર્થિક મંદીથી બહાર આવવા, બેરોજગારીના ઉકેલ અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે શરૂ કર્યો. આ હેઠળ ચીને એશિયા, યુરોપ અને આફ્રિકાને સડક માર્ગ, રેલવે માર્ગ, ગેસ પાઇપ લાઇન અને પોર્ટથી જોડવા માટે સિલ્ક રોડ ઇકોનોમિક બેલ્ટ અને મેરીટાઇમ સિલ્ક રોડ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. બીઆરઆઇ હેઠળ છ કોરિડોર બનાવવાની યોજના છે. જેમાંથી અનેક કોરિડોર પર કામ હજુ ચાલી રહ્યું છે. તેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી પસાર થતો ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પણ સામેલ છે.  
6. અનેક દેશોએ ચિંતા વ્યક્ત કરી
ચીનની બીઆરઆઇને લઇને ભારત અને અમેરિકા સહિત અનેક દેશો ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. અમેરિકાએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, ચીનનો બીઆરઆઇ પ્રોજેક્ટ બીજાં દેશોની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટની મદદથી અનેક નાના દેશો ચીનની લોનના બોજ હેઠળ દબાઇ જશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી