બેઠક / મસૂદ મુદ્દે ભારત-ચીનમાં તણાવ વચ્ચે બંને દેશોના વિદેશ મંત્રીની આજે દ્વિપક્ષીય સંબંધો મુદ્દે ચર્ચા

(ડાબે) ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે (જમણે) ચીનના વિદેશ મંત્રી વોન્ગ યી
(ડાબે) ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે (જમણે) ચીનના વિદેશ મંત્રી વોન્ગ યી
X
(ડાબે) ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે (જમણે) ચીનના વિદેશ મંત્રી વોન્ગ યી(ડાબે) ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે (જમણે) ચીનના વિદેશ મંત્રી વોન્ગ યી

  • બંને દેશો વચ્ચે અનેક મુદ્દે આતંરિક મતભેદની સ્થિતિ વચ્ચે આજે વિદેશમંત્રીઓની બેઠક 
  • બંને પક્ષ નિર્ણયોને એકબીજાંની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ રીતે લાગુ કરી રહ્યા છેઃ ગોખલે 

divyabhaskar.com

Apr 22, 2019, 04:15 PM IST
પેઇચિંગઃ વિદેશ સચિવ વિજય ગોખલેએ ચીનના વિદેશ મંત્રી વોન્ગ યી સાથે સોમવારે મુલાકાત કરી અને ગત વર્ષે વુહાન સમિટ બાદથી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ પર ચર્ચા કરી. ગોખલેએ જણાવ્યું કે, બંને પક્ષ નિર્ણયોને એકબીજાંની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ રીતે લાગુ કરી રહ્યા છે. વોન્ગ અને ગોખલેની વચ્ચે એવા સમયે બેઠક મળી રહી છે જ્યારે બંને દેશોની વચ્ચે અનેક મામલે મતભેદની સ્થિતિ છે. એવામાં પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રયાસોમાં ચીન વારંવાર અવરોધો ઉભા કરી રહ્યું છે. 
1. વૂહાન બેઠકની સમજૂતીને લાગુ કરવાના પ્રયાસ
વોન્ગ સ્ટેટ કાઉન્સિલર પણ છે, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીસી)માં સ્ટેટ કાઉન્સિલર ઉચ્ચ સ્તરનું પદ છે. ગોખલેએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગની ચીનના વૂહાનમાં એક વર્ષ પહેલાં મુલાકાત થઇ હતી. જ્યાં બંને નેતાઓની વચ્ચે અનેક મામલે પરસ્પર સમજૂતી બની હતી. બંને પક્ષો વૂહાનમાં મળેલી બેઠકમાં થયેલી સમજૂતીને લાગુ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. 
ગોખલેએ વધુમાં અમે ભરોસાને મજબૂત કરવા માટે અને સમજણ વિકસિત કરવા માટે ચીની પક્ષની સાથે મળીને કામ કરશે. જેથી નેતાઓ તરફથી લેવામાં આવેલા નિર્ણયોને લાગુ કરી શકાય અને એ પ્રકારે લાગુ કરી શકાય જે એકબીજાંની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ હોય. તેઓએ વોન્ગની નવી દિલ્હીની યાત્રા સહિત વૂહાન સમિટ બાદ થયેલી રાજકીય ચર્ચાઓનો પણ ઉલ્લેખ કર્યો. 
3. સુષમા સ્વરાજની આ વર્ષે ચીનની યાત્રા
ગોખલેએ કહ્યું કે, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ આ વર્ષે ચીનની યાત્રા માટે ઉત્સુક છે. અહીં રવિવારે પહોંચેલા ગોખલે ચીનના ઉપ વિદેશ મંત્રી કોંગ શૂઆનયૂની સાથે સોમવારે વિસ્તૃત ચર્ચા કરશે. વોન્ગે કહ્યું કે, ચીન અને ભારત પાડોશી દેશ હોવાની સાથે જ બે મોટાંપાયે વિકસતા માર્કેટ છે અને એકબીજાંના રાજકીય સહયોગી છે. એ જરૂરી છે કે, બંને દેશ રાણનૈતિક સંવાદ વધારવા, પરસ્પર રાજકીય સમજણ વિકસિત કરવા અને આતંરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય મામલે રણનૈતિક સહયોગ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરશે. 
ગોખલેની યાત્રા એવા સમયે થઇ છે, જ્યારે ચીન પોતાના બીઆરઆઇ પ્રોજેક્ટને દર્શાવવા માટે આગામી સપ્તાહે બીજી બેલ્ટ એન્ડ રોડ ફોરમનું આયોજન કરી રહ્યું છે. આ ચીનનો સૌથી મોટો આતંરરાષ્ટ્રીય સમારંભ છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી