દુર્ઘટના / ચીનના જંગલોમાં આગ લાગતા 26 ફાયર ફાઇટર્સના મોત, 30 લોકો ગુમ

(તસવીરઃ પ્રતિકાત્મક)
(તસવીરઃ પ્રતિકાત્મક)

  • લોકલ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 689 લોકો આગમાં ફસાયેલા હતા

divyabhaskar.com

Apr 01, 2019, 06:02 PM IST
બીજિંગઃ સાઉથવેસ્ટ ચીનમાં જંગલોમાં લાગેલી આગમાં અંદાજિત 26 ફાયરફાઇટર્સના મોત થયા છે. શનિવારે સિચુઆન પ્રોવિયન્સના લિઆંગશાન યીમાં લાગેલી આગને બૂઝાવવા ફાયર ફાઇટર્સને મોકલ્યા હતા. ચીનની મીલિટરીના જણાવ્યા અનુસાર, અંદાજિત 30 લોકો ગુમ થયા છે. રવિવારે પવનની દિશા અચાનક જ બદલાતા આગ વધુ ફેલાઇ હતી. લોકલ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 689 લોકો આગમાં ફસાયેલા હતા. આગ અંદાજિત 3,800 મીટર વિસ્તારમાં ફેલાઇ હતી. મિનિસ્ટ્રી ઓફ ઇમરજન્સી મેનેજમેન્ટે મુલી કાઉન્ટીના લિઆંગશાન પહોંચી છે, જેથી અન્ય રેસ્ક્યૂ ટીમને મદદ પહોંચાડી શકાય.
X
(તસવીરઃ પ્રતિકાત્મક)(તસવીરઃ પ્રતિકાત્મક)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી