ચીન / શેનડોંગની ફેક્ટરીમાં આગ લાગતા 5નાં મોત, ગેસ ટેન્કમાં લીકના કારણે દુર્ઘટના બની

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ફેક્ટરી માલિકની ધરપકડ કરી પૂછપરછ શરૂ 

divyabhaskar.com

Mar 30, 2019, 05:59 PM IST
બીજિંગઃ ચીનના શેનડોંગ પ્રાંતમાં એક ફેક્ટરીમાં શુક્રવારે રાત્રે થયેલા વિસ્ફોટમાં 5 લોકોનાં મોત થયા હતા, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. ચીની મીડિયા અનુસાર, ફેક્ટરીના માલિકની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના શેનડોંગના કિંગઝોઉ શહેરમાં થઇ છે. પ્રાથમિક તપાસમાં ગેસ ટેન્ક લીક થવાના કારણે બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. થોડાં દિવસો અગાઉ ચીનના યેનચેંગ શહેરમાં પણ કેમિકલ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 64 લોકોનાં મોત થયા હતા.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી