ચીન / કિંડરગાર્ડનની ટીચરે 23 બાળકોને ઝેર આપ્યું, 7ની હાલત ગંભીર; ટીચરની ધરપકડ

The incident took place on March 27 in Mengmeng kindergarten in the city of Jiaozuo
X
The incident took place on March 27 in Mengmeng kindergarten in the city of Jiaozuo

  • હોસ્પિટલમાં સાત બાળકોનો ઇલાજ ચાલી રહ્યો છે, બાકીને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ 
  • આરોપી ટીચર વાંગે બાળકોને ભોજનમાં સોડિયમ નાઇટ્રાઇટ આપ્યું હતું. 

divyabhaskar.com

Apr 02, 2019, 03:08 PM IST

બીજિંગઃ મધ્ય ચીનના હેનાંન પ્રાંતના એક કિંડર ગાર્ડનમાં એક ટીચરે 23 બાળકોને ઝેર આપ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી ટીચર વાંગની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના 25 માર્ચની છે. વાંગે બાળકોને ભોજનમાં ઝેરી સોડિયમ નાઇટ્રાઇટ આપ્યું હતું. મોટાંભાગના બાળકોને રજા મળી ગઇ છે, જ્યારે સાત બાળકોનો ઇલાજ હજુ પણ ચાલી રહ્યો છે. 
 
1. મીટ-માછલી ઉત્પાદકોમાં ઉપયોગ થાય છે
સોડિયમ નાઇટ્રાઇટ મીટ અને માછલી ઉત્પાદકોમાં ઉપયોગ થતો ખાદ્ય પદાર્થ છે. જો તેનું સેવન ખોટી રીતે સેવન થાય તો તે ઝેરનું કામ કરે છે અને વ્યક્તિનું મોત પણ થઇ શકે છે.
એક પીડિત બાળકના પિતા લીએ કહ્યું, 25 માર્ચના રોજ મને કિંડરગાર્ડનથી એક ટીચરનો ફોન આવ્યો હતો. તેઓએ ફોન પર જણાવ્યું કે, તમારું બાળક કંઇક ખાધા બાદ ઉલ્ટી કરવા લાગ્યું છે અને બેભાન થઇ ગયું છે. લીએ કહ્યું, જ્યારે હું સ્કૂલ પહોંચ્યો તો મારો દીકરો બેભાન અવસ્થામાં મળ્યો.  
લીએ કહ્યું, હું જ્યારે કિંડર ગાર્ડન પહોંચ્યો તો કક્ષાના તમામ બાળકોની હાલત ખરાબ હતી અને બધા જ ઉલટી કરી રહ્યા હતા. મારાં બાળક સહિત તમામ બાળકો બેભાન હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. 
એક્સપર્ટ્સ અનુસાર, નાઇટ્રાઇટને જો ખોટી રીતે ખાવામાં આવે તો તે ઘાતક સાબિત થઇ શકે છે. તે સીધું લીવર અને કિડની પર અસર કરે છે. કારણ કે તે કેન્સર જેવા તત્વો અને ભારે ધાતુથી બનેલો હોય છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી