રિપોર્ટ / દલાઇ લામાના તિબેટ છોડ્યા બાદ અહીંની GDPમાં 191 ટકાનો વધારો- ચીનનો દાવો

ચીને કહ્યું કે, એક લાખથી વધુ લોકોની મહેનતથી તિબેટ આતંરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બન્યું (ફાઇલ)
ચીને કહ્યું કે, એક લાખથી વધુ લોકોની મહેનતથી તિબેટ આતંરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બન્યું (ફાઇલ)
X
ચીને કહ્યું કે, એક લાખથી વધુ લોકોની મહેનતથી તિબેટ આતંરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બન્યું (ફાઇલ)ચીને કહ્યું કે, એક લાખથી વધુ લોકોની મહેનતથી તિબેટ આતંરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બન્યું (ફાઇલ)

  • 1959ના આંકડાઓની સરખામણી બાદ ચીને શ્વેત પત્ર જાહેર કર્યુ
  • રિપોર્ટ અનુસાર, તિબેટની જીડીપી 1 લાખ 38 હજાર કરોડ આંકવામાં આવી છે 

divyabhaskar.com

Mar 27, 2019, 12:14 PM IST
બીજિંગઃ ચીને પોતાના એક રિપોર્ટ ડેમોક્રેટિક રિફોર્મ ઓફ તિબેટ-60 ઇયર્સ ઓનમાં દાવો કર્યો છે કે, દલાઇ લામાએ તિબ્બેટ છોડ્યા બાદ અહીંની અર્થવ્યવસ્થામાં 191 ટકાનો વધારો થયો છે. ચીનના દબાણના કારણે દલાઇ લામા 1959માં તિબેટથી જતા રહ્યા હતા. ચીને તે સમયના અને હાલના આંકડાઓની સરખામણી કર્યા બાદ બુધવારે શ્વેત પત્ર જાહેર કર્યો. જેમાં તિબેટની જીડીપી 1 લાખ 38 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે. 
1. તિબ્બેટના લોકોએ મહેનત કરીઃ ચીન
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દલાઇ લામાએ તિબેટ છોડ્યાના 60 વર્ષ બાદ અહીં ખુશહાલી આવી છે. લોકોએ પોતાની મહેનતથી કૃષિ, પશુપાલન જેવા વ્યવસાયની કાયાપલટ કરી દીધી છે. કૃષિ, પશુપાલન, મત્સ્ય પાલન, વન અને સેવા ઉદ્યોગની કિંમત 1959માં 131 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શ્વેત પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે, હવે તેનું મૂલ્ય 13.7 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. 
ચીનનું કહેવું છે કે, તિબેટના ઉદ્યોગ ધંધા 1959માં બદતર હતા, પરંતુ સતત પ્રયાસોના કારણે હવે તે ઝડપથી વિકાસ કરી રહ્યા છે. એક લાખથી વધુ લોકોની મહેનતથી તિબ્બેટ આતંરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બની ગયું છે. 1959ની સરખામણીએ તિબ્બેટ ઘણું આગળ નિકળી ગયું છે. તિબેટનો આધારભૂત ઢાંચો હવે સારી સ્થિતિમાં છે. અહીં હવે રેલ, સડક અને હવાઇ માર્ગ જેવી સુવિધાઓ છે. 
બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક ગુરૂ 14માં દલાઇ લામાનો જન્મ 6 જુલાઇ, 1935ના પૂર્વોત્તર તિબેટના તાકસ્તર ક્ષેત્રમાં થયો હતો. તેઓનું બાળપણનું નામ તેનજિન ગ્યાત્સો છે. 1989માં તેઓને નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી