આતંકવાદ / મસૂદ અઝહર મામલે અમારું વલણ નહીં બદલાય, અમેરિકા અમારાં પર દબાણ ના બનાવેઃ ચીન

1267 કમિટીના નિયમો હેઠળ જ મામલાનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છેઃ ચીન (ફાઇલ)
1267 કમિટીના નિયમો હેઠળ જ મામલાનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છેઃ ચીન (ફાઇલ)
X
1267 કમિટીના નિયમો હેઠળ જ મામલાનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છેઃ ચીન (ફાઇલ)1267 કમિટીના નિયમો હેઠળ જ મામલાનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છેઃ ચીન (ફાઇલ)

  • ચીને કહ્યું, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા કોઇ પણ પ્રકારે દબાણ ના કરે 

divyabhaskar.com

Apr 17, 2019, 06:21 PM IST
બીજિંગઃ ચીને પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના મામલે પોતાનું વલણ યથાવત રાખ્યું છે. ચીને બુધવારે કહ્યું કે, તેઓ આ મામલાને યોગ્ય રીતે સમજૂતી તરફ લઇ જઇ રહ્યા છે. ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા તેના પર કોઇ પણ પ્રકારે દબાણ ના બનાવે. ચીને કહ્યું કે, ત્રણ દેશ મસૂદ મામલે પોતાનો પક્ષ રાખી શકે છે, પરંતુ કોઇ પણ પ્રકારે દબાણ ના બનાવી શકે. ચીનની સામે કોઇ અંતિમ તારીખ નથી. ચીનના અધિકારીઓએ કહ્યું કે, 1267 કમિટીના નિયમો હેઠળ આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 
1. અમેરિકા, યુકે અને ફ્રાન્સની અપીલ રિજેક્ટ
અઝહર મસૂદ મામલે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે કહ્યું કે, બીજિંગ પહેલેથી જ અમેરિકા, યુકે અને ફ્રાન્સની અપીલને રિજેક્ટ કરી ચૂક્યું છે. મસૂદ મામલે ચીનનું વલણ પહેલાં જેવું જ છે. અમે સંબંધિત પાર્ટીઓ સાથે વાત કરી મામલાને યોગ્ય દિશામાં ખતમ કરવા આગળ વધી રહ્યા છે. આ બધું જ 1267 કમિટીના નિયમો હેઠળ જ થશે. 
જ્યારે લૂને પૂછવામાં આવ્યું કે, શું બીજિંગે 1267 કમિટીની સામે મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે 23 એપ્રિલ સુધીની સમયસીમા નક્કી કરી છે? તેના જવાબમાં લૂએ કહ્યું કે, મને ખ્યાલ નથી કે, તમને આ જાણકારી ક્યાંથી મળે છે, આવા મામલા માટે સિક્યોરિટી કાઉન્સિલ અને 1267 કમિટી જેવી સહાયક સંસ્થાઓ છે. જેની પાસે સ્પષ્ટ નિયમો છે અને તેઓની પાસે જ સ્પષ્ટીકરણ કરવું જોઇએ. 
3. અમેરિકા ખોટું ઉદાહરણ રજૂ કરી રહ્યું છેઃ ચીન
સિક્યોરિટી કાઉન્સિલના સભ્યોએ અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ડ્રાફ્ટ પર પોતાના વિચારો રાખ્યા હતા. મોટાંભાગના સભ્યોનો મત હતો કે, અઝહરને લિસ્ટમાં સામેલ કરવા અથવા ન કરવાનો નિર્ણય 1267 કમિટીની જોગવાઇ અંતર્ગત થવો જોઇએ, સિક્યોરિટી કાઉન્સિલમાં અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ડ્રાફ્ટના આધારે નહીં.  
અમેરિકાનું આ પગલું યુએનના નિયમો અનુસાર, નથી. આ એક ખોટું ઉદાહરણ બની રહ્યું છે. આનાથી આ મામલો વધુ જટિલ બની ગયો છે. તેથી સાઉથ એશિયામાં શાંતિ સ્થાપિત કરવામાં મુશ્કેલીઓ આવશે. ચીન આવા મામલે સતત જવાબદાર વલણ અપનાવશે. પ્રત્યેક પક્ષને ધ્યાનમાં રાખીને તમામ પાસાઓ પર ચર્ચા કરશે. 
5. પુલવામા બાદ અઝહર નિશાના પર
14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં ફિદાયીન હુમલામાં ભારતના 44 CRPF જવાનો શહીદ થયા હતા. જેની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ સંગઠનનો ચીફ મસૂદ અઝહર ભારતમાં વોન્ટેડ છે. અઝહર સામે પ્રતિબંધ લગાવવાનો મામલો ભારત અને ચીન વચ્ચે વર્ષોથી ચાલી રહ્યો છે. આ વખતે વોશિંગ્ટન અને બીજિંગની વચ્ચે પણ આ વાતને લઇને તણાવ વધી ગયો છે. યુએસ ચીન વચ્ચે પહેલેથી જ વેપારને લઇને ટ્રેડ વૉરની સ્થિતિ છે. 
અમેરિકાએ 13 માર્ચના રોજ યુએન 1267 સેશન્સ કમિટીની સામે મસૂદને ગ્લોબલ આતંકીની યાદીમાં મુકવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ ચીને પોતાનો વોટ ટેક્નિકલ ખામી ગણાવીને નિર્ણયમાં અવરોધ ઉભો કર્યો હતો. ચીને કહ્યું કે, અમેરિકાએ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવા માટે 1267 કમિટીના નિયમોની ઉપરવટ જઇને નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી