બેવડું વલણ / મસૂદ પર કાર્યવાહી અટકાવતાં ચીને ઇસ્લામિક આતંકવાદના નામે પોતાનાં દેશના 13,000 લોકોની ધરપકડ કરી

યુનાઇટેડ નેશન્સ એક્સપર્ટ અનુસાર, ચીનમાં ઉઇગર મુસ્લિમો પર કાર્યવાહી માટે ડિટેન્શન સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. (ફાઇલ)
યુનાઇટેડ નેશન્સ એક્સપર્ટ અનુસાર, ચીનમાં ઉઇગર મુસ્લિમો પર કાર્યવાહી માટે ડિટેન્શન સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. (ફાઇલ)
X
યુનાઇટેડ નેશન્સ એક્સપર્ટ અનુસાર, ચીનમાં ઉઇગર મુસ્લિમો પર કાર્યવાહી માટે ડિટેન્શન સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. (ફાઇલ)યુનાઇટેડ નેશન્સ એક્સપર્ટ અનુસાર, ચીનમાં ઉઇગર મુસ્લિમો પર કાર્યવાહી માટે ડિટેન્શન સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. (ફાઇલ)

  • 2014માં ઝિંજિયાંગે 1,588 જેટલાં આતંકી જૂથો નષ્ટ કર્યા હતાઃ પોલીસી પેપરમાં ઉલ્લેખ 
  • બીજિંગ આ કાર્યવાહીને ઇસ્લામિક આતંકવાદ વિરૂદ્ધની કાર્યવાહી ગણાવી રહ્યું છે

divyabhaskar.com

Mar 18, 2019, 01:38 PM IST
બીજિંગઃ ચીનની સરકારે ઇસ્લામિક ડી-રેડિકલાઇઝેશન પગલાંની વિગતો આપતા પોલીસી પેપર જાહેર કર્યા છે. જે અનુસાર, ઓથોરિટીએ વેસ્ટર્ન પ્રદેશ ઝિંજિયાંગમાં વર્ષ 2014થી અત્યાર સુધી 13,000 આતંકીઓની ધરપકડ કરી છે. ચીનની અહીં વસતા 10 લાખથી વધુ ઉઇગર અને અન્ય મુસ્લિમો પર થતી કાર્યવાહીને લઇને આતંરરાષ્ટ્રીય ક્ષેત્રે ટીકા થઇ રહી છે. યુનાઇટેડ નેશન્સ એક્સપર્ટ અનુસાર, ચીનમાં ઉઇગર મુસ્લિમો પર કાર્યવાહી માટે ડિટેન્શન સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે, જેમાં આ લોકો પર અત્યાચાર થાય છે. જ્યારે બીજિંગ આ કાર્યવાહીને ઇસ્લામિક આતંકવાદ વિરૂદ્ધની કાર્યવાહી ગણાવી રહ્યું છે. અધિકારીઓએ કહ્યું કે, આ પ્રકારના ડિટેન્શન સેન્ટર્સ હકીકતમાં વ્યવસાયિક ટ્રેનિંગ સેન્ટર્સ છે. 
1. 2014માં 1,588 આતંકી જૂથો નષ્ટ કર્યા
લીગલ ઓથોરિટીએ જે વ્હાઇટ પેપર રજૂ કર્યા છે તેમાં એક ચોક્કસ પોલીસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે અનુસાર, કરુણા અને ગંભીરતા વચ્ચે તીવ્રતાથી બેલેન્સ કરવામાં આવે. 
2014માં ઝિંજિયાંગે 1,588 જેટલાં આતંકી જૂથો નષ્ટ કર્યા હતા, 12,995 આતંકીઓની ધરપકડ કરી હતી, 2,052 એક્સપ્લોઝિવ ડિવાઇસ નષ્ટ કરી હતી, 30,645 લોકોને સજા આપી હતી. આ 30,645 લોકો ગેરકાયદે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સંડોવાલેયા હતા અને ગેરકાયદે ધાર્મિક પ્રવૃત્તિઓને લગતી 345,229 કોપી જપ્ત કરી હતી. 
વ્હાઇટ પેપરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, લઘુમતિના નાનકડાં ગ્રુપને જ સજા આપવામાં આવી છે, ખાસ કરીને જેઓ આતંકી જૂથના રિંગલીડર હોય. જ્યારે બીજાં ગ્રુપને અભ્યાસ અને ટ્રેનિંગ આપવામાં આવી છે જેથી તેઓ આ પ્રકારના ઉગ્રવાદીઓના જૂથમાં જોડાય નહીં. 
જો કે, વર્લ્ડ ઉઇગર કોંગ્રેસે આ વ્હાઇટ પેપરના રિપોર્ટને નકાર્યા છે. ઇમેલ સ્ટેટમેન્ટમાં પ્રવક્તાએ કહ્યું કે, ચીન ઇરાદાપૂર્વક હકીકતને છૂપાવી રહ્યું છે. કાઉન્ટર-ટેરરિઝ્મ એક પ્રકારે ઉઇગર્સને પ્રતાડિત કરવાનું રાજકીય બહાનું છે. આ પ્રકારની કાર્યવાહીનો મૂળ હેતુ તો ધાર્મિક વિશ્વાસને ઠેસ પહોંચાડી સિનિફેશન કરવાનું છે. 
5. 9/11 હુમલા બાદ ચિંતામાં વધારો
પોલીસી પેપર અનુસાર, ઝિંજિયાંગ અમેરિકામાં થયેલા 9/11 આતંકવાદી હુમલા બાદ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. કારણ કે, ઇસ્ટર તુર્કિસ્તાનના ઉગ્રવાદીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરતા હતા. જેને ચીનમાં ઉગ્રવાદીઓ અને અલગવાદીઓ ઝિંજિયાંગમાં ઓપરેટ કરે છે. 
ચીનમાં જે ઉગ્રવાદીઓ અને અલગાવવાદીઓ છે તેઓ 'જેહાદી શહીદોને સ્વર્ગ મળશે' તેવા સૂત્રોચ્ચાર કરીને લોકોને ઉગ્રવાદી બનવાની પ્રેરણા આપી છે. ચીનમાં ઇસ્લામના નામે કથિત ધાર્મિક ગુરૂઓ આ પ્રકારે આતંકવાદ ફેલાવે છે, આ ઇસ્લામ નથી. ઝિંજિયાંગ ચીનનો અવિભાજ્ય પ્રદેશ છે, અહીં વર્ષોથી ઇમિગ્રન્ટ પ્રોસેસ અને વંશીય એકીકરણના કારણે ઉઇગર એથનિક ગ્રુપ તૈયાર થયું છે. તેઓ તુર્કના વંશજો નથી. 
તુર્કી એકમાત્ર ઇસ્લામિક દેશ છે જે સતત ઝિંજિયાંગની સ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરતું રહે છે. કારણ કે, ચીનના ઉઇગર તુર્કિશ ભાષા બોલે છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી