અમેરિકા / ન્યાય વિભાગ 9/11ના હુમલામાં સામેલ સાઉદી અધિકારીના નામનો ખુલાસો કરશે

United States to reveal Saudi official allegedly tied to 9/11 attackers

  • ન્યાય વિભાગે જણાવ્યું કે, મૃતકના પરિવારજનો તેમના નામ જાહેર કરવા માટે સતત દબાણ કરી રહ્યા છે
  • એફબીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 9/11ના હુમલાખોરોને સહાયતા પહોંચાડવા માટે તે અમેરિકા પહોંચ્યા હતા

Divyabhaskar.com

Sep 13, 2019, 12:21 PM IST

વોશિંગ્ટન: અમેરિકન ન્યાય વિભાગે કહ્યું કે, 11 સપ્ટેમ્બર 2001ના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અલકાયદાના હુમલામાં કથિત રીતે સામેલ એક સાઉદી અધિકારીના નામનો ખુલાસો કરવામાં આવશે. હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ઘણાં વર્ષોથી આ નામ જાહેર કરવા માટે દબાણ કરી રહ્યા છે. ત્યારપછીથી એફબીઆઈ અને ન્યાય વિભાગે આ નિર્ણય કર્યો છે. જોકે તેમણે એ નથી જણાવ્યું કે, આ નામ ક્યારે જાહેર કરવામાં આવશે.

વિભાગે જણાવ્યું છે કે, અધિકારીનું નામ જાહેર થતા સાઉદી સરકારની હકીકત સામે આવશે. તેઓ વાંરવાર અલકાયદા સાથે કોઈ પ્રકારનો સંબંધ હોવાનો ઈનકાર કરી રહ્યા છે. તેનાથી તેમને અબજોનું નુકસાન થઈ શકે છે. એફબીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વ્યક્તિ તે ત્રણ સાઉદી અધિકારીઓમાંથી એક છે જે હુમલાખોરોને સહાયતા પહોંચાડવા માટે અમેરિકા આવ્યો હતો.

ન્યાય વિભાગે કહ્યું કે, એફબીઆઈ પીડિત પરિવારોની આવશ્યક અને તેમની ઈચ્છા સમજે છે કે, તેમના પરિવારજનો સાથે શું થયું હતું અને તેના જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.

બે વ્યક્તિઓએ સાઉદીમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો હતો
ઓફિશિયલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમુક હુમલાખોરોને સાઉદીના અધિકારીઓ તરફથી ફંડ આપવામાં આવ્યું હતું. તેમાંથી અમુક સાઉદીના ઈન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓ હતા. બે વ્યક્તિ ફહદ અલ-થુમૈરી અને ઉમર અલ-બેયુમી અમેરિકામાં સાઉદી અરબ દૂતાવાસમાં તહેનાત પર હતા. ત્યારપછી એક તપાસમાં આ વાત નકારી દેવામાં આવી કે, તેઓ વિમાનનું અપહરણ કરવામાં સામેલ હતા. પરંતુ એફબીઆઈએ તેઓ પ્લેન અપહરણમાં સામેલ હોવાની વાત સ્વીકારી છે.

વિમાનનું અપહરણ કરવામાં 15 સાઉદી અધિકારીઓ હતા
એફબીઆઈના જણાવ્યા પ્રમાણે ચાર વિમાનોનું અપહરણ કરવામાં કુલ 19 લોકો હતા. તેમાંથી 15 સાઉદીના નાગરિક હતા. આ વિમાનોથી ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર, પેંટાગન અને વ્હાઈટ હાઉસ અથવા કોંગ્રેસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને પેંસિલ્વેનિયામાં લગભગ 3,000 લોકોના મોત થયા હતા. મૃતકના પરિવારજનોએ સાઉદી સરકાર પાસેથી વળતરની પણ માંગણી કરી હતી.

X
United States to reveal Saudi official allegedly tied to 9/11 attackers
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી