તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Death Of Four People Of Indian Family Revealed That The Husband Committed Suicide By Killing His Wife And Children

ભારતીય પરિવારના 4 લોકોની મોતનો ખુલાસો, પતિએ જ પત્ની-બાળકોને મારીને આત્મહત્યા કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘટના આયોવાના પશ્ચિમી ડેસ મોઇનેસ શહેરની છે, તમામ શનિવારે સંદિગ્ધ અવસ્થામાં મૃત મળી આવ્યાં હતા
  • પોલીસને શંકા હતી કે અજ્ઞાત હુમલાખોરે ઘરમાં ઘૂસીને તમામને ગોળી મારી હશે

વોશિંગ્ટનઃ અમેરિકામાં આયોવાના પશ્ચિમી ડેસ મોઇનેસ શહેરમાં એક ભારતીયએ પોતાની પત્ની અને બે પુત્રની ગોળી મારીને હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી છે. ઘટના શનિવારની છે. પહેલાં પોલીસને શંકા હતી કે અજ્ઞાત હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને ચારેયની હત્યા કરી હશે. મૃતકની ઓળખ ચંદ્રશેખર સુનકારા (44), લાવણ્યા સુનકારા (41) અને તેમના પુત્ર તરીકેની થઈ છે. બાળકોની ઉંમર 15 અને 10 વર્ષ હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શનિવારે ચારેય સંદિગ્ધ અવસ્થામાં મૃત મળી આવ્યાં હતા. પડોસીઓની જાણકારી પછી મામલો સામે આવ્યો હતો. ઘટના સ્થળેથી કોઈ ફાયરિંગના પુરાવા મળ્યા ન હતા. ચંદ્રશેખર ગત 11 વર્ષથી ઈન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં કાર્યરત હતો. રેકોર્ડથી ખ્યાલ આવ્યો છે કે પરિવાર આ ઘરમાં આ વર્ષે માર્ચમાં રહેવા આવ્યો હતો.

આંધ્રપ્રદેશના ચંદ્રશેખર આઈટી પ્રોફેશનલ  હતા: આયોવા પોલીસ વિભાગે ડીપીએસને કહ્યું કે આંધ્રપ્રદેશના ચંદ્રશેખર આઈટી પ્રોફેશનલ હતા. તેઓ અહીં ટેક્નોલોજી સર્વિસ બ્યૂરો ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યાં હતા. આ ઘટનાથી મૃતકોના પરિવાર, મિત્રો અને સહકર્મચારીઓને ઊંડો આઘાત લાગ્યો હતો. અમારી સંવેદના તેમની સાથે છે

ચંદ્રશેખરના મિત્રોએ કહ્યું- અમારા મનમાં અનેક સવાલઃ ચંદ્રશેખરના મિત્ર શ્રીકર સોમાયુઝુલાએ કહ્યું કે, "ભારતીય સમુદાયની સાથે જે થઈ રહ્યું છે, તે બધું તમે નથી જોઈ રહ્યાં. આ પ્રકારની આવી એકલી ઘટના નથી. આ પરિવાર ઘણો જ સૌમ્ય અને વ્યવાહરિક હતો, એટલે કે ઘટના ઘણી જ દર્દનાક છે. અમારા મનમાં હજુ અનેક સવાલો ઊઠી રહ્યાં છે."