અમેરિકા / વોશિંગ્ટનમાં પૂર, એક કલાકમાં 3.3 ઈંચ વરસાદ; વ્હાઈટ હાઉસમાં પણ પાણી ભરાયાં

વ્હાઈટ હાઉસમાં પણ પાણી ભરાયાં
વ્હાઈટ હાઉસમાં પણ પાણી ભરાયાં
X
વ્હાઈટ હાઉસમાં પણ પાણી ભરાયાંવ્હાઈટ હાઉસમાં પણ પાણી ભરાયાં

  • વ્હાઈટ હાઉસના બેઝમેન્ટમાં જ્યાં પત્રકારો માટે બેસવાની વ્યવસ્થા છે, તે રૂમમાં પાણી ભરાયાં
  • હવામાન વિભાગે મેટ્રો ક્ષેત્રમાં પૂરનું એલર્ટ જાહેર કર્યું, ટ્રેન સેવા રદ કરવામાં આવી

Divyabhaskar.com

Jul 09, 2019, 11:45 AM IST

વોશિંગ્ટનઃ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન સહિત વર્જીનિયા અને કોલંબિયામાં સોમવારે ભારે વરસાદ પછી પૂર આવ્યું છે. અહીં એક કલાકમાં 3.3 ઈંચ વરસાદ પડ્યો છે. શહેરના રસ્તાઓ નહેરમાં ફેરવાયાં છે. વ્હાઈટ હાઉસના બેઝમેન્ટમાં જ્યાં પત્રકારો માટે બેસવાની વ્યવસ્થા છે તે રૂમમાં પણ પાણી ભરાય ગયા છે. હવામાન વિભાગે મેટ્રો ક્ષેત્રમાં પૂરનું એલર્ટ જાહેર કર્યું છે. 

આંધી-તોફાનને કારણે એરપોર્ટ્સ પર ઘણું નુકસાન

સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ યુએસ નેશનલ રેલ-રોડ પેસેન્જર કોર્પોરેશને ખરાબ વાતાવરણને કારણે દક્ષિણ વોશિંગ્ટનમાં ટ્રેન સેવા રદ કરી છે. આ કેટલાં દિવસ સુધી બંધ રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પૂરને કારણે હજુ સુધી કોઈ નુકસાનની ખબર નથી.

જ્યોર્જ વોશિંગ્ટન પાર્કવેના એક ક્ષેત્રમાં પાણી ભરાવવાના કારણે બંધ કરાયું છે. નોર્થવેસ્ટ વોશિંગ્ટનના પણ કેટલાંક ક્ષેત્રોને પૂરને કારણે બંધ કરાયાં છે. કોલંબિયા જિલ્લાના કેટલાંક ક્ષેત્રમાં સોમવારે મોડી રાત સુધી વરસાદ પડ્યો હતો. અહીં આંધી-તોફાનને કારણે એરપોર્ટ્સને ઘણું નુકસાન થયું છે.

હવામાન વિભાગ મુજબ ભારે વરસાદને કારણે નાની નહેર, શહેરી ક્ષેત્રો, રાજમાર્ગો, રસ્તાઓ અને અંડરપાસની સાથે સાથે અન્ય જળ નિકાસી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. આગામી બે દિવસ ભારે વરસાદની સાથે આંધી-તોફાન આવવાની સંભાવના છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી