તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રમ્પે ચૂંટણી અભિયાન સાથે જોડાયેલો વીડિયો પોસ્ટ કર્યો, વોર્નર બ્રધર્સે લિગલ એક્શન લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વીડિયોમાં અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાની સાથે કેટલાંક ડેમોક્રેટ્સ પણ જોવા મળ્યા
  • વીડિયોમાં સંદેશ હતો - તમારો મત બધાને ખોટાં સાબિત કરશે 

વોશિંગ્ટનઃ હોલિવૂડ સ્ટુડિયો વોર્નર બ્રધર્સે ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી અભિયાન સાથે જોડાયેલા એક વીડિયોને કોપીરાઇટ ઉલ્લંઘનનો મામલો ગણાવીને હટાવી દીધો છે. આ વીડિયોને ટ્રમ્પે પોતાના એકાઉન્ટથી પોસ્ટ કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પના વીડિયોમાં 2012ની ફિલ્મ ધ ડાર્ડ નાઇટ રાઇઝીસના મ્યૂઝિકનો ઉપયોગ કર્યો છે. વોર્નર બ્રધર્સ કંપની જ આ ફિલ્મની પ્રોડ્યુસર હતી. 
 

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, ધ ડાર્ક નાઇટ રાઇઝિસના મ્યૂઝિકનીન સાથે પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો અનધિકૃત હતો. અમે કાયદેસર રીતે તેને હટાવવા માટે કામ કરી રહ્યા છીએ. હકીકતમાં ટ્રમ્પના એકાઉન્ટ પર આ વીડિયો જોઇને તેના માલિકે રિપોર્ટ કર્યો હતો, ત્યારબાદ કોપીરાઇટ હેઠળ તેને હટાવી દેવામાં આવ્યો. 

વીડિયોમાં વોશિંગ્ટન ડીસી, પૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામા, હિલેરી ક્લિન્ટનની સાથે અન્ય ડેમોક્રેટ્સ પણ જોવા મળ્યા. હિલેરી ગત પ્રેસિડન્ટ ચૂંટણીમાં ટ્રમ્પની હરિફ હતી. વીડિયોમાં લખ્યું હતું, તેઓ પહેલાં નજરઅંદાજ કરશે, પછી તમારાં ઉપર હસશે, ત્યારબાદ તમને રેસિસ્ટ કહેશે. ત્યારબાદ વીડિયોમાં જોરશોરથી વાગતા મ્યૂઝિક વચ્ચે ટ્રમ્પ રેલી અને વ્હાઇટ હાઉસમાં જોવા મળે છે. વીડિયો એવા સંદેશ સાથે પુરો થાય છે કે, તમારો વોટ બધાને ખોટાં સાબિત કરશે. ટ્રમ્પની 2020માં સૌથી મોટી જીત!