તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંકી કેમ્પ પર સ્ટ્રાઇક બાદ અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું, આતંકી જૂથો પર કડક કાર્યવાહી કરો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ મંગળવારે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને અન્ય વિદેશી રાજનીતિજ્ઞો સાથે વાત કરી. (તસવીરઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ) - Divya Bhaskar
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ મંગળવારે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને અન્ય વિદેશી રાજનીતિજ્ઞો સાથે વાત કરી. (તસવીરઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ)
 • અમેરિકાએ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને જોતાં બંને દેશોને સંયમ જાળવવાની અપીલ કરી 
 • અમેરિકાએ પાકિસ્તાનને આતંકી ઠેકાણાં અને ગ્રૂપ્સ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનું કહ્યું 
વોશિંગ્ટન (યુએસ): અમેરિકાએ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને દેશોને સંયમ જાળવવાની અપીલ કરી છે. વળી, અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદી જૂથો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ બંને દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાતચીત બાદ એક નિવેદનમાં કહ્યું કે, અમે ભારત અને પાકિસ્તાનને સંયમ જાળવવા અને કોઇ પણ કિંમતે આ તણાવને ઘટાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. 

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે, મેં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી સાથે વાતચીત કરી અને તેઓને સ્થિતિને ઓર ખરાબ નહીં કરવા અને સૈન્ય કાર્યવાહી નહીં કરવાની વાત કરી છે. અમે કહ્યું કે, પાકિસ્તાન હાલના તણાવને ઘટાડવા અને પોતાની ધરતી પર સક્રિય આતંકવાદી જૂથો વિરૂદ્ધ સાર્થક કાર્યવાહીની પ્રાથમિકતા પર ભાર મુકે. 

આ અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ મંગળવારે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને અન્ય વિદેશી રાજનીતિજ્ઞો સાથે વાત કરી અને તેઓએ લડાયક વિમાનો દ્વારા નિયંત્રણ રેખાના ઉલ્લંઘનથી અવગત કરાવ્યા. પાકિસ્તાનના સરકારી રેડિયો પાકિસ્તાનની ખબર અનુસાર, કુરૈશીએ પોમ્પિયોની સાથે ટેલિફોન પર થયેલી પોતાની વાતચીતમાં કહ્યું કે, ભારત પોતાના રાજકીય ઉદ્દેશ્યો અને ચૂંટણી માટે દક્ષિણ એશિયામાં શાંતિને જોખમમાં મુકી રહ્યા છે. 

મંગળવારે વહેલી સવારે ભારતે પુલવામા બાદ પ્રથમ કાર્યવાહી કરીને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટાં શિબિરને નષ્ટ કરી દીધું. જેમાં અંદાજિત 300 આતંકવાદી અને તેઓના વડા માર્યા ગયા હતા. પાકિસ્તાને પુલવામા આતંકી હુમલા બાદ આતંકીઓને તેમની સુરક્ષા માટે આ જ શિબિરમાં મોકલ્યા હતા. માત્ર 21 મિનિટમાં જ અંજામ આપેલા આ હુમલામાં ભારતીય વાયુસેનાનું કામ અત્યંત ત્વરિત અને સટીક હતું. 

ભારત સરકારે કહ્યું કે, આ હુમલો કોઇ સૈન્ય ઠેકાણાં પર નહીં, પરંતુ માત્ર આતંકી ઠેકાણાંઓ ઉપર જ કરવામાં આવ્યો છે. આ એરસ્ટ્રાઇક હુમલાઓને અટકાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો