તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

USમાં 10 દિવસ બાદ કામકાજ શરૂ થશે, ટ્રમ્પ Vetoનો ઉપયોગ કરવા તૈયાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ જ્યાં ડેમોક્રેટ્સ પાસે બહુમત છે, તેઓએ આજે ગુરૂવારે આંશિક શટડાઉનને ખતમ કરવાના કાયદા પર મંજૂરી મેળવી લીધી છે. - Divya Bhaskar
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ જ્યાં ડેમોક્રેટ્સ પાસે બહુમત છે, તેઓએ આજે ગુરૂવારે આંશિક શટડાઉનને ખતમ કરવાના કાયદા પર મંજૂરી મેળવી લીધી છે.
  • અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસના રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના ઉચ્ચ નેતાઓને વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કર્યા છે, જેથી શટડાઉનને ખતમ કરી શકાય. 

વોશિંગ્ટનઃ અમેરિકામાં છેલ્લાં દસ દિવલથી આંશિક રીતે ઠપ સરકારી તંત્રને ફરીથી ચલાવવા અને તેના પર અવરોધને ખતમ કરવા, સીમા સુરક્ષા પર વાતચીત કરવા માટે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પકોંગ્રેસના રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના ઉચ્ચ નેતાઓને બુધવારે વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કર્યા છે. શટડાઉન ખતમ કરવાના મત બાદ વ્હાઇટ હાઉસ સ્પોક્સપર્સને કહ્યું કે, બોર્ડર વૉલ મુદ્દે ટ્રમ્પ વીટોનો ઉપયોગ કરી શકે છે. 

 

 

1) 22 ડિસેમ્બરથી શટડાઉન શરૂ થયું હતું

અમેરિકામાં 22 ડિસેમ્બરથી સરકાર કામકાજ આંશિક રીતે ઠપ થયું છે. આ શટડાઉનના કારણે અંદાજિત 8 લાખ સરકારી કર્મચારીઓ પ્રભાવિત થયા છે. તેમાંથી કેટલાંકને લાંબા વેકેશન પર મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકો પગાર વગર કામ કરી રહ્યા છે. 

શટડાઉન દરમિયાન પ્રેસિડન્ટ ટ્રમ્પ પણ ક્રિસમસ અને નવા વર્ષના વેકેશન માટે ફ્લોરિડા નથી ગયા. મંગળવારે નવા વર્ષના પહેલાં દિવસે વ્હાઇટ હાઉસે સરકારની બોર્ડર વૉલ પર ચાલી રહેલા શટડાઉનને ખતમ કરવાની પહેલ કરી હતી. 

ટ્રમ્પનું માનવું છે કે, સાઉથ મેક્સિકો બોર્ડર નિર્માણથી ગેરકાયદે પ્રવેશ કરતા માઇગ્રન્ટ્સને અટકાવી શકાશે અને અન્ય ગેરકાયદેસર ગતિવિધિઓ પણ ઓછી થશે. 

5) મેક્સિકો બોર્ડર પર વાતચીત થઇ

આ પહેલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે સાંસદ ક્રિસમસના વેકેશન બાદ વોશિંગ્ટન ડીસી પરત ફરી રહ્યા છે. નવી કોંગ્રેસ ત્રણ જાન્યુઆરીથી પોતાનું કામકાજ શરૂ કરશે. જ્યાં પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમત મળશે. 

વ્હાઇટ હાઉસના કોંગ્રેસના રિપબ્લિકન અને ડેમોક્રેટિકના વરિષ્ઠ નેતાઓને સીમા સુરક્ષા પર વાતચીત માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કર્યા બાદ ટ્રમ્પે મંગળવારે ટ્વીટ કરી - બોર્ડર સુરક્ષા, વૉલ મુદ્દે અને શટડાઉનની સાથે નેન્સી પેલોસી એક સ્પીકર તરીકે આ પ્રકારે શરૂઆત ના કરવી જોઇએ. ચાલો એક સમજૂતી કરીએ?

8) ડેમોક્રેટિક પાર્ટીએ આરોપ લગાવ્યો હતો

આ પહેલાં ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટી પર આરોપ લગાવ્યો હતો કે, બોર્ડર સુરક્ષા મુદ્દે રસ નથી લઇ રહી. આ તમામ વિવાદો વચ્ચે નેન્સી પેલોસી (કોંગ્રેસ સ્પીકર)એ નવી કોંગ્રેસના પહેલાં દિવસે એક પત્રમાં કહ્યું કે, પ્રિય સહકર્મીઓ ડેમોક્રેટ્સ આ શટડાઉનને ખતમ કરવા માટે પગલાં ઉઠાવશે. પેલોસીએ આ શટડાઉનને ટ્રમ્પ શટડાઉન ગણાવ્યું છે. 

10) ટ્રમ્પ વીટો પાવરનો ઉપયોગ કરશે

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ જ્યાં ડેમોક્રેટ્સ પાસે બહુમત છે, તેઓએ આજે ગુરૂવારે આંશિક શટડાઉનને ખતમ કરવાના કાયદા પર મંજૂરી મેળવી લીધી છે. જેથી છેલ્લાં બે અઠવાડિયાથી ચાલી રહેલું શટડાઉન બંધ થશે. હોમલેન્ડ સિક્યોરિટીના ડિપાર્ટમેન્ટને 8 ફેબ્રુઆરી સુધીનું ફંડ આપી દેવામાં આવશે. 

મંજૂર કરવામાં આવેલા બિલમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટ, કોમર્સ, એગ્રીકલ્ચર, લેબર, ટ્રેઝરી અને અન્ય એજન્સીઓને આગામી નાણાકીય વર્ષની 30 સપ્ટેમ્બર સુધીનું ફંડ આપવામાં આવ્યું છે. 

શટડાઉનના મત મુદ્દે વ્હાઇટ હાઉસ એડવાઇઝરના જણાવ્યા અનુસાર, જો કોંગ્રેસ ટ્રમ્પની યુએસ-મેક્સિકો બોર્ડર વૉલના બિલને મંજૂર કર્યા વગર બિલ પસાર કરી દેશે તો ટ્રમ્પ વીટોનો ઉપયોગ કરશે. 

અન્ય સમાચારો પણ છે...