• Gujarati News
  • National
  • Protesters Flew Baby Trump Balloon Near The Border In The Hours Before Trump Arrived

મેક્સિકો બોર્ડર બંધ, સાઇટ વિઝિટ માટે પહોંચેલા ટ્રમ્પનો વિરોધ; ડાયપર પહેરેલા બેબી બલૂન ઉડાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રદર્શનકારીઓએ ટ્રમ્પના ડાયપર પહેરાવેલા બેબી ટ્રમ્પ બલૂન ઉડાવ્યા હતા. - Divya Bhaskar
પ્રદર્શનકારીઓએ ટ્રમ્પના ડાયપર પહેરાવેલા બેબી ટ્રમ્પ બલૂન ઉડાવ્યા હતા.
  • અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ અતિશય ભારવાળી, આપણો દેશ વસતીના હિસાબે ભરચક થઇ ગયો છેઃ ટ્રમ્પ 

વોશિંગ્ટનઃ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રન્ટ્સની ઘૂસણખોરીને અટકાવવાની નીતિ પર સેનાએ અમલ કરી દીધો છે. અમેરિકન સૈન્યએ મેક્સિકો બોર્ડર બંધ કરી દીધી છે, જેની અસર ત્યાંથી પસાર થતાં વાહનો, કરિયાણું અને શાકભાજીની સપ્લાય પર થવા લાગી છે. શુક્રવારે ટ્રમ્પ અહીંની 30 ફૂટ ઉંચી બોલાર્ડ વૉલને જોવા પહોંચ્યા હતા. કેલિફોર્નિયા બોર્ડર પર 3.6 કિમી લાંબા બેરિયર્સને હટાવીને ફેન્સિંગ બોર્ડર તૈયાર કરી દેવામાં આવી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું કે, યુએસ-મેક્સિકો બોર્ડરની વૉલનું પ્રથમ સેક્શન પૂર્ણ થઇ ગયું છે. પ્રેસિડન્ટે પત્રકારોને કહ્યું કે, અમે વૉલને લગતાં ઘણાં બધા કામો કરી દીધા છે. બોર્ડર પર સ્ટ્રક્ચર મુકવા અને સ્ટીલ બેરિયર્સ લગાવવાથી યુએક બોર્ડર પેટ્રોલ એજન્ટ્સ બીજી તરફ જોઇ શકે તેવી સુવિધા રાખવામાં આવી છે. આ એન્ટી-ક્લાઇમ્બ (કૂદી ના શકાય તેવી) વૉલનું કામ અત્યંત ઝડપથી પૂર્ણ થઇ જશે. 


અમેરિકા ભરચક થઇ ગયું છેઃ ટ્રમ્પ 


- ટ્રમ્પે કેલિફોર્નિયા બોર્ડરની મુલાકાત બાદ ટ્વીટ કરી હતી કે, બોર્ડર પર નવી દીવાલની મુલાકાત લીધી! પ્રેસિડન્ટે સેન્ટ્રલ કેમ્પેઇન ઇશ્યુને ધ્યાનમાં રાખી સતત બોર્ડર સિક્યોરિટીના મુદ્દાઓને ઉઠાવ્યા હતા. ટ્રમ્પે કેલિફોર્નિયાના કેલિક્સકો સિટી પહોંચી ઇમિગ્રેશન એજન્ટ્સ સાથે પણ વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ અતિશય ભારવાળી છે અને આપણો દેશ હવે વસતીના હિસાબે ભરચક થઇ ગયો છે. 
- ટ્રમ્પે બોર્ડર એજન્ડાને લગતાં મીડિયા કવરેજ સામે પણ રોષ ઠાલવ્યો હતો. તેઓએ બોર્ડર એજન્ટ્સની મુલાકાત દરમિયાન પત્રકારોને પણ આમંત્રણ આપ્યું હતું જેથી તેઓને હકીકત દર્શાવી શકે. ટ્રમ્પનું એરફોર્સ વન જેવું કેલિક્સકો સિટી પહોંચ્યું તે સમયથી જ રાજકીય યુદ્ધની શરૂઆત થઇ ગઇ છે. કેલિક્સકો સિટી મેક્સિકોથી વધુ દૂર નથી. વળી, કેલિફોર્નિયા સહિત અન્ય 19 રાજ્યોએ ટ્રમ્પના ફંડ પ્રોજેક્ટ માટે પૈસા વાપરવાની જાહેરાત સામે કોર્ટમાં અરજી પણ કરી છે. 


ટ્રમ્પના બેબી બલૂન ઉડાવી વિરોધ 


- ટ્રમ્પ પોતાના ઇલેક્શન દરમિયાન બોર્ડર વૉલની જાહેરાત કરી હતી તે હજુ પણ અધૂરી જ છે. ટ્રમ્પે જાહેરાત કરી કે, આગામી બે વર્ષોમાં અંદાજિત 643 કિમી લાંબી દીવાલ તૈયાર થઇ જશે. ટ્રમ્પે ડેમોક્રેટ્સ સામે સહયોગ નહીં આપવા બદલ રોષ ઠાલવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે, આ પ્રકારના અવરોધો ડેમોક્રેટ્સના વલણના કારણે ઉભા થઇ રહ્યા છે. 
- ટ્રમ્પે કેલિફોર્નિયાની મુલાકાત લીધી તે દરમિયાન વિરોધીઓ પણ દીવાલની બીજી તરફ પહોંચી ગયા હતા. તેઓએ ટ્રમ્પના ડાયપર પહેરાવેલા બેબી ટ્રમ્પ બલૂન ઉડાવ્યા હતા. 
- ટ્રમ્પે મેક્સિકો બોર્ડર બંધ કરવાના પોતાના નિર્ણય પર ફેરવિચાર કરી રહ્યા છે તેવા દાવાને ફગાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, મેક્સિકો છેલ્લાં ચાર વર્ષ દરમિયાન અમેરિકા સાથે ખૂબ જ સારી રીતે વર્ત્યુ છે. પરંતુ તેણે ઇમિગ્રન્ટ્સને અમેરિકા તરફ આવતા અટકાવ્યા નથી. તેથી જ હું મારો નિર્ણય ક્યારેય નહીં બદલું. આ બોર્ડર ક્યારેક તો બંધ કરવાની જ હતી. 


મેક્સિકો બોર્ડર બંધ થતા ઇકોનોમિક અસર 


- ટ્રમ્પ આગામી 2020માં યોજાનારી પ્રેસિડન્ટ ચૂંટણીમાં પણ ગેરકાયદે ઇમિગ્રેશનનો જ મુદ્દો ઉઠાવશે. તેઓએ શુક્રવારે ટ્વીટર પર એવી પણ જાહેરાત કરી હતી કે, તેઓ બોર્ડરને સદંતર બંધ કરી દેશે. જેના જવાબમાં રિપબ્લિકન્સે કહ્યું કે, આનાથી અમેરિકાની ઇકોનોમિને ગંભીર અસર થશે. 
- ટ્રમ્પે કહ્યું કે, જો મેક્સિકોએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરી હોત અથવા તેઓ જ્યાંથી આવ્યા છે ત્યાં પરત મોકલ્યા હોત તો અમેરિકાએ ક્યારેય તેઓની કાર પર 25 ટકા ટેરિફ ના લગાવ્યું હોત. જો મેક્સિકો કોઇ એક્શન નહીં લે, તો આ બોર્ડર બંધ કરી દેવામાં આવશે. 
- અમેરિકાની મેક્સિકો સાથેની 3200 કિમી લાંબી સરહદ છે. મેક્સિકો ચીન-કેનેડા બાદ અમેરિકાનો ત્રીજો સૌથી મોટો ભાગીદાર છે. બંને વચ્ચે વાર્ષિક 43 લાખ કરોડ રૂપિયાનો વેપાર થાય છે. અમેરિકા 25 લાખ કરોડનો સામાન મેક્સિકો મોકલે છે તો મેક્સિકોથી 18 લાખ કરોડનો સામાન ખરીદે છે.
- મેક્સિકોની તિજુઆના સરહદેથી લેટિન અમેરિકન દેશોના ઇમિગ્રન્ટ્સનું એક જૂથ અમેરિકામાં પ્રવેશ માટે આગળ વધી રહ્યું છે. 

ટ્રમ્પની જીદ, સેન ડિયાગો પર ચક્કાજામ 


ઘૂસણખોરી અટકાવવા પ્રેસિડન્ટ ટ્રમ્પની જીદના કારણે બોર્ડર બંધ થઇ ગઇ, તેની સૌથી વધુ અસર સેન ડિયાગો બોર્ડર પર થઇ છે. બંને દેશો વચ્ચે સૌથી મોટું વેપાર નાકુ સેન ડિયાગોનું સેન સિડ્રો છે. જ્યાંથી દરરોજ લગભગ 12 હજાર કરોડ રૂપિયાના માલ-સામાનની હેરફેર થાય છે. દરરોજ 6 હજાર ટ્રક અને 1.26 લાખ કાર સરહદ ઓળંગ છે. બોર્ડર બંધ થવાથી આ તમામ વાહનોની અવરજવર અટકી હતી.