અમેરિકા / ટ્રમ્પે કહ્યું, જે મારી ઇમિગ્રેશન પોલીસી સાથે સહમત નથી, ત્યાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મોકલી આપીશું

divyabhaskar.com

Apr 13, 2019, 04:26 PM IST
ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, વિપક્ષ હંમેશા બોર્ડર ખોલવાની વાત કરતું રહે છે, તો અમારી આ યોજનાથી તેઓ ઘણાં ખુશ થશે.
ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, વિપક્ષ હંમેશા બોર્ડર ખોલવાની વાત કરતું રહે છે, તો અમારી આ યોજનાથી તેઓ ઘણાં ખુશ થશે.
X
ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, વિપક્ષ હંમેશા બોર્ડર ખોલવાની વાત કરતું રહે છે, તો અમારી આ યોજનાથી તેઓ ઘણાં ખુશ થશે.ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, વિપક્ષ હંમેશા બોર્ડર ખોલવાની વાત કરતું રહે છે, તો અમારી આ યોજનાથી તેઓ ઘણાં ખુશ થશે.

  • એક અખબારે ખુલાસો કર્યો કે, ટ્રમ્પ પ્રવાસીઓને ડેમોક્રેટ્સ શાસિત શહેરોમાં મોકલવાની યોજના બનાવી રહ્યા છે 

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તે ગેરકાયદે ઇમિગ્રેશન પ્રવાસીઓને એવા શહેરોમાં મોકલી શકે છે, જે તેમની કડક ઇમિગ્રેશન પોલીસી સાથે અસહમત છે. ટ્રમ્પે કહ્યું કે, વિપક્ષી ડેમોક્રેટ્સ અમેરિકાના ખતરનાક પ્રવાસી કાયદાને બદલવા નથી ઇચ્છતા. તેથી અમે ઇમિગ્રન્ટ્સને અભ્યારણ્ય શહેરોમાં મોકલવાનો વિચાર કરી રહ્યા છીએ. ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, વિપક્ષ હંમેશા બોર્ડર ખોલવાની વાત કરતું રહે છે, તો અમારી આ યોજનાથી તેઓ ઘણાં ખુશ થશે. 
વિઝા અને ડિપોર્ટેશનના કડક નિયમો બનાવવાના પક્ષમાં
1.હાલમાં જ વોશિંગ્ટન પોસ્ટે પણ ખુલાસો કર્યો હતો કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આ નીતિથી ઇમિગ્રન્ટ્સને ડેમોક્રેટ શાસિત શહેરોમાં મોકલવાની યોજના બનાવી રહ્યું છે. જો કે, વિવાદ થયા બાદ વ્હાઇટ હાઉસે આવા કોઇ પણ પ્રસ્તાવનો ઇન્કાર કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, વિપક્ષ મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવા અને ઇમિગ્રન્ટ્સની નિંદા કરવાના કારણે ટ્રમ્પના વિરોધમાં છે. ડેમોક્રેટ્સ તેને નફરતવાળા પગલાં તરીકે ગણાવે છે. જો કે, ટ્રમ્પ હાલ વિઝા અને ડિપોર્ટેશન નિયમોને કડક બનાવવા માટે સંદના નીચલા સદન (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) પર પ્રેશર બનાવી રહ્યા છે. 
પ્રવાસીઓની સુવિધા માટે વિસ્તાર નિર્ધારિત કરશે
2.ડેમોક્રેટ્સના બહુમતવાળા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે પણ અત્યાર સુધી ઇમિગ્રેશન સાથે જોડાયેલા ટ્રમ્પની મોટાંભાગની માગણીઓને નથી માની. જેના કારણે હાલમાં જ પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે ધમકી આપી છે કે, તે ઇમિગ્રન્ટ્સને અભ્યારણ્ય શહેરોમાં મોકલી દેશે. ટ્રમ્પે કેટલાંક એવા વિસ્તારોનો ઉલ્લેખ પણ કર્યો જ્યાં માત્ર પ્રવાસીઓને જ રાખવામાં આવશે અને તેઓને તમામ સુવિધાઓ આપવામાં આવશે. 
શું છે સેન્ચ્યુરી સિટીઝ યોજના?
3.અભ્યારણ્ય શહેર જે ડેમોક્રેટિક શાસિત સ્થળો છે, જ્યાં હાલમાં જ સ્થાનિક અધિકારીઓને દસ્તાવેજ વગર રહેતા પ્રવાસીઓના ડિપોર્ટેશનનો ઇન્કાર કરી દીધો. વોશિંગ્ટન પોસ્ટ પહેલીવાર નવેમ્બરમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની આ યોજનાનો ખુલાસો કર્યો હતો. અખબારે અધિકારીઓ તરફથી દાવો કર્યો હતો કે, આ યોજનાનો હેતુ ડિટેન્શન સેન્ટરના બોજને ઘટાડવાના સાથે ડેમોક્રેટ્સને એક સંદેશ આપવાનો છે. જો કે, બાદમાં કસ્ટમ એન્ફોર્સમેન્ટ એજન્સીની આપત્તિ બાદ વ્હાઇટ હાઉસે આ યોજના અધવચ્ચે મુકી દીધી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી