તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રમ્પનો VETO પાવરઃ માંગણી નહીં સ્વીકારી તો અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્હાઇટ હાઉસમાં મીડિયાને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે, આ શટડાઉન નથી પરંતુ આપણાં દેશના ફાયદા અને સુરક્ષા માટે જરૂરી છે. - Divya Bhaskar
વ્હાઇટ હાઉસમાં મીડિયાને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે, આ શટડાઉન નથી પરંતુ આપણાં દેશના ફાયદા અને સુરક્ષા માટે જરૂરી છે.
  • મેક્સિકો બોર્ડર પર દિવાલ ઉભી કરવા માટે પ્રેસિડન્ટ ટ્રમ્પ સંસદ પાસે ફંડની માંગણી કરી રહ્યા છે 
  • સંસદે ટ્રમ્પની માંગણીનો ઇન્કાર કર્યો, સરકારની હડતાળનું શુક્રવારે ત્રીજુ અઠવાડિયું શરુ 

વોશિંગ્ટન (US): અમેરિકામાં સરકારની હડતાળ (શટડાઉન) શરૂ થયાને બે અઠવાડિયાથી વધુ સમય થઇ ગયો છે. સંસદે અત્યાર સુધી પ્રેસિડન્ટ ટ્રમ્પની મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવા માટે ફંડ માટેનું બિલ પસાર કરવાની માંગણીનો સ્વીકાર કર્યો નથી. શુક્રવારે મળેલી બેઠકમાં ટ્રમ્પે કહ્યું કે, જો સરકાર તેઓની માગણીઓનો સ્વીકાર નહીં કરે તો મહિનાઓ જ નહીં વર્ષો સુધી શટડાઉન ચાલી શકે છે. આગામી દિવસોમાં જરૂર પડ્યે સંસદના નિયમોને બાજુમાં રાખીને નેશનલ ઇમરજન્સી (રાષ્ટ્રીય કટોકટી) પણ જાહેર થઇ શકે છે. 

 

1) શટડાઉન ખતમ કરવા પર ચર્ચા યથાવત

શટડાઉન પર પ્રેસિડન્ટની રિપબ્લિકન અને વિપક્ષ ડેમોક્રેટ પાર્ટીની ચર્ચા યથાવત છે. શુક્રવારે સાંસદો સાથે ચર્ચ બાદ એક પત્રકારના સવાલ પર ટ્રમ્પે કહ્યું કે, જરૂર પડશે તો તેઓ પ્રેસિડન્ટ પદની તાકાતનો ઉપયોગ કરી ઇમરજન્સી જાહેર કરી શકે છે. આનાથી જ દિવાલ ઝડપથી બની જશે. આ મારું કામ કરવાની બીજી રીત છે. 

ટ્રમ્પે અમેરિકન સંસદ (કોંગ્રેસ) પાસે બોર્ડર વૉલ માટે 5.7 અબજ ડોલર (અંદાજિત 40 હજાર કરોડ)ની માંગ કરી હતી. જો કે, ફંડ માટેનું બિલ પસાર નહીં કરાતા ટ્રમ્પે કોઇ પણ પ્રકારના ફેડરલ બિલ પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કરી દીધો હતો. 

સરકારી કામકાજ અટકી જવાના કારણે અનેક મંત્રાલયો અને વિભાગોનું બજેટ અટકી પડ્યું છે. આખા દેશમાં અંદાજિત 8 લાખ કર્મચારીઓ 22 ડિસેમ્બરથી પગાર વગર હડતાળ પર છે. આ ઉપરાંત અમેરિકામાં શટડાઉનના કારણે નીતિગત નિર્ણયો ઉપર પણ અસર પડી રહી છે. 

વ્હાઇટ હાઉસમાં મીડિયાને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે, જો શક્ય હશે તો ફેડરલ એજન્સીઓને વર્ષો સુધી બંધ રાખી શકાય છે. મને મારાં આ પગલાં પર ગર્વ છે. હકીકતમાં આ શટડાઉન નથી પરંતુ આપણાં દેશના ફાયદા અને સુરક્ષા માટે જરૂરી છે. 

ગુરૂવારે જ અમેરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હડતાળ ખતમ કરવા માટે બિલ પાસ કર્યુ છે. નવેમ્બરમાં થયેલા મિડ-ટર્મ ઇલેક્શન બાદ નવા વર્ષે ડેમોક્રેટ્સ સાંસદોની સંખ્યા વધી છે. જો કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, પ્રેસિડન્ટ ટ્રમ્પ આ બિલ પર વીટો લગાવી શકે છે.