ફૂટબોલના ખેલાડીએ મોત બાદ પણ Goal કર્યો, મિત્રોએ મેદાનમાં કોફિન રાખી આપી અંતિમ વિદાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફૂટબોલના મેદાનમાં જેટલાં પણ લોકોએ આ નજારો જોયો તેઓની આંખો ભીની થઇ ગઇ હતી
ઇન્ટરનેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયામાં એક અત્યંત હૃદયસ્પર્શી વીડિયો ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. ફૂટબોલ ખેલાડીઓએ પોતાના સાથીને એકદમ ઇમોશનલ સ્ટાઇલમાં આખરી વિદાય આપી છે. ફૂટબોલના મેદાનમાં જેટલાં પણ લોકોએ આ નજારો જોયો તેઓની આંખો ભીની થઇ ગઇ હતી. સાથી ખેલાડીના મોત બાદ ટીમના સભ્યોએ મેદાન પર ગોલની પાસે તેનું કોફિન રાખ્યું હતું. ત્યારબાદ તમામે ફૂટબોલ રમતાં-રમતાં કોફિનની પાસે બોલ પાસ કર્યો. કોફિનથી ટકરાઇને બોલ ગોલમાં જતો રહ્યો. જેવો ગોલ થયો તમામ ખેલાડીઓ દોડીને આવ્યા અને કોફિનને વળગીને ખૂબ રડ્યા. સાથીઓએ સંદેશ આપ્યો કે, અમારો મિત્ર મર્યા બાદ પણ ગોલ મારીને ગયો. આ વીડિયો અમેરિકાના મેક્સિકન સ્ટેટનો હોવાનું જાણવા મળી રહ્યું છે. 
અન્ય સમાચારો પણ છે...