તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • First Hindu MP Tulsi Becomes Candidate In Presidential Election In US, Can Announce Next Week

અમેરિકામાં હિન્દુ સાંસદ તુલસી રાષ્ટ્રપિત ચૂંટણીમાં ઉમેદવાર બનવાની શક્યતા, આવતા સપ્તાહે કરશે જાહેરાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તુલસી અમેરિકન સંસદની આર્મ્ડ સર્વિસ અને વિદેશ મામલાની કમિટી સભ્ય છે
  • ચાર વખતથી સાંસદ તુલસી ભારત-અમેરિકન સંબંધોની સમર્થક
  • સાસંદ બન્યા પછી તેમણે ભગવત ગીતાના નામથી શપથ લીધા હતા

વોશિંગ્ટન: અમેરિકામાં પહેલી હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડ 2020માં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉમેદવાર બનવા માંગે છે. આ વિશેની ઓફિશિયલ જાહેરાત તેઓ આગામી સપ્તાહમાં કરે તેવી શક્યતા છે. જોકે ઉમેદવાર બનવા માટે તુલસીએ પ્રાયમરી ચૂંટણીમાં જીત મેળવવી પડશે. તુલસી 2013થી અમેરિકાના હવાઈ રાજ્યમાંથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ડેમોક્રેટ સાંસદ છે. 

ગબાર્ડે એક ન્યૂઝ ચેનલે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, મેં રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે અને આ વિશે આગામી સપ્તાહમાં જાહેરાત કરીશ.

વધુમાં તેમણે કહ્યું કે, અમેરિકન લોકો સામે ઘણાં પડકારો છે. જેના વિશે મને ચિંતા છે અને હું તે મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માંગુ છું. અહીં એક મોટો મુદ્દો યુદ્ધ અને શાંતિનો છે. 

ગબાર્ડ કોઈ મોટા રાજકીય પક્ષ તરફથી અને વ્હાઈટ હાઉસ માટે ઉભી થનારી પહેલી હિન્દુ ઉમેદવાર બની શકે છે. જો તે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જશે તો તે અમેરિકાની પહેલી મહિલા અને સૌથી યુવા રાષ્ટ્રપતિનું પદ મેળવી શકે છે. 

ગબાર્ડનો જન્મ અમેરિકાના સમોઆમાં એક કેથલિક પરિવારમાં થયો હતો. તેની માતા કોકેશિયન હિન્દુ છે. તેના કારણે તુલસી ગબાર્ડ શરૂઆતથી જ હિન્દુ ધર્મની અનુયાયી રહી છે. સાંસદ બન્યા પછી તુલસી પહેલી એવી સાંસદ હતી જેણે ભગવત ગીતાના નામ પર શપથ લીધા હતા.

તુલસી હાઉસની તાકાતવાર આર્મ્ડ સર્વિસ કિમટી અને વિદેશી મામલે કમિટી સભ્ય છે. ચાર વાર સાંસદ રહેલી તુલસી ભારત અમેરિકાના સંબંધોની ખૂબ મોટી સમર્થક છે. 

અન્ય સમાચારો પણ છે...