તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Storms Raked Parts Of The Southeast With Heavy Rains Leading To Rising Flood Threats

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિસિસિપીમાં જીવલેણ વાવાઝોડું ત્રાટક્યું, ભારે વરસાદના કારણે પૂર: 2નાં મોત, 23,000 લોકોને જોખમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોલંબસમાં એક મહિલાનું મોત થયું છે, મિસિસિપીના ટેનેસીમાં પૂરમાં ડૂબી જવાથી એક પુરૂષનું મોત થયું છે
  • વાવાઝોડાં અને ભારે વરસાદના કારણે સાઉથ ઇસ્ટમાં પૂરનો પ્રકોપ, જીવલેણ વાવાઝોડાંમાં 12 લોકો ઘાયલ
  • મિસિસિપી, અલ્બામા અને ટેનેસીમાં માત્ર 24 કલાકમાં 12 ઇંચ વરસાદ 
ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ યુએસ સ્ટેટ મિસિસિપીમાં સપ્તાહના અંતે ત્રાટકેલાં જીવલેણ વાવાઝોડાંમાં બે લોકોનાં થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. મિસિસિપીના કોમર્શિયલ ડિસ્ટ્રિક્ટમાં ત્રાટકેલાં વાવાઝોડાં અને ભારે વરસાદના કારણે નદીનું જળસ્તર વધી જવાના કારણે અહીં પૂર આવ્યું હતું. કોલંબસમાં વાવાઝોડાંમાં ફસાયેલી એક મહિલાનું મોત થયું હતું. જ્યારે મિસિસિપીમાં એક પુરૂષનું પૂરના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. વાવાઝોડાંના કારણે શહેરોની શાળાઓ અને બે કોમ્યુનિટી સેન્ટર બિલ્ડિંગને નુકસાન થયું છે. રાજ્યના મિસિસિપી, અલ્બામા અને ટેનેસી શહેરોમાં 12 ઇંચ વરસાદ થયો છે. 

NWS (નેશનલ વેધર સર્વિસ) અનુસાર, વાવાઝોડું સૌથી પહેલાં શનિવારે બપોરે કોલંબસ પહોંચ્યુ હતું. ત્યારબાદ રવિવાર સુધી તે મિસિસિપી પહોંચ્યું અને હાલ 23,000 લોકો વાવાઝોડાંના પ્રભાવ હેઠળ છે. કોલંબસમાં આવેલી ફર્સ્ટ પેન્ટકોસ્ટલ ચર્ચનું બિલ્ડિંગ પડી ગયું હતું.  કોલંબસના સ્થાનિકોએ વાવાઝોડું આગળ વધ્યા બાદ રવિવારે વહેલી સવારે રસ્તાઓ પર પડી ગયેલા વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. 

પૂરના પાણીમાં બિલ્ડિંગોનો કાટમાળ તરતો જોવા મળ્યો હતો. મોટાંભાગના મકાનો પડી ભાંગ્યા હતા. કેટલાંક મકાનોની છત, શેડ્સ અને બહારની બિલ્ડિંગોને નુકસાન થયું હતું. એક સ્થાનિકના જણાવ્યા અનુસાર, તેઓની કાર જે સ્થળે પાર્ક કરેલી હતી ત્યાં એકસાથે ચાર બિલ્ડિંગો ધરાશાયી થઇ ગઇ હતી. વાવાઝોડું એટલું તીવ્ર હતું કે, કારની કાચની બારીઓ પણ તૂટી ગઇ હતી. 

હાલ પ્રભાવિત ક્ષેત્રોમાં ફાયર ફાઇટર્સ અને લૉ એન્ફોર્સમેન્ટ ઓફિસરો પહોંચી ગયા છે. મોટાંભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. 

સાઉથમાં મકાનો, હાઇવે, પાર્ક્સ અને બ્રિજ બધું જ પૂરના પાણીમાં વહી રહ્યું છે. વાવાઝોડાં અને વરસાદના કારણે મિસિસિપી અને ટેનેસીમાં ભારે પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 

ટેનેસીથી નોર્થ કોરેલિના સુધી 40 ઇન્ટરસ્ટેટમાં મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ડઝનથી વધુ હાઇવે પર વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવી છે. ટેનેસીમાં એક સબવે રેસ્ટોરાં ભૂસ્ખલનના કારણે ધરાશાયી થઇ હતી. જો કે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. 

બ્રૂસ, મિસિસિપીમાં નદીઓનું જળસ્તર વધી જવાના કારણે મકાનો અને કોમર્શિયલ બિલ્ડિંગો પણ પાણીમાં ડૂબી ગઇ હતી. ગ્રેનેડામાં લોકલ સ્ટેટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. 

હવામાન વિભાગે નોર્થવેસ્ટર્ન લેફાય્ત કાઉન્ટીમાં પૂરની આગાહી કરવામાં આવી છે. ઇમરજન્સી ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, લોકલ ડેમ પણ ગમે તે ક્ષણે તૂટી પડવાની શક્યતાઓ છે. 

કેન્ટૂકીએ જાહેરાત કરી હતી કે, તેઓએ ઓહાયો રિવરથી કાયરો, ઇલિનોઇ સુધી 51 બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. કારણ કે આ બ્રિજમાંથી 4,700 વાહનો પ્રતિ દિન પસાર થયા છે. આ તમામ બ્રિજ મંગળવાર સુધી બંધ રાખવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો