ચક્રવાત / ડેનવરમાં 100 કિમીની ઝડપે બોમ્બ સાઈક્લોન ત્રાટક્યું, 1340 ફ્લાઈટ રદ

divyabhaskar.com

Mar 15, 2019, 03:09 AM IST
ડેનવર પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપી પવનના કારણે અમને 110 અકસ્માતોની જાણકારી મળી છે.
ડેનવર પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપી પવનના કારણે અમને 110 અકસ્માતોની જાણકારી મળી છે.
X
ડેનવર પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપી પવનના કારણે અમને 110 અકસ્માતોની જાણકારી મળી છે.ડેનવર પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપી પવનના કારણે અમને 110 અકસ્માતોની જાણકારી મળી છે.

  • ભારે પવન અને બરફવર્ષાના કારણે અમેરિકાના 20 રાજ્યોમાં અસર
  • 2 લાખથી વધુ લોકો વીજળી વગર, પોલીસ-હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી 
  • 2.5 લાખ લોકોના ઘરોમાં વીજળી ગુલ 

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના કોલોરાડો પ્રાંતના ડેનવર શહેરમાં 100 કિમીની ઝડપે બરફનું તોફાન ત્રાટક્યું હતું. હવામાન વિભાગે આ તોફાનને બોમ્બ સાઈક્લોન  નામ આપ્યું હતું. આ કેટેગરી 1નું તોફાન છે. તોફાન અને વરસાદનને લીધે ડેનવરમાં જુદી જુદી 125 દુર્ઘટનાઓ સર્જાઈ હતી. એક ઘટનામાં એક રાહતકર્મી મૃત્યુ પામ્યો. ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અવર-જવર કરતી 1340 ફ્લાઈટો રદ કરાઈ હતી. સરકારી ઓફિસો, સ્કૂલો અને બજારો બંધ છે.

લગભગ 7.5 લાખની વસતી ધરાવતા ડેનવરમાં 2.5 લાખ ઘરોની વીજળી ગુલ થઇ હતી. કોલોરાડો સરકારે સ્ટેટ ઈમરજન્સી જાહેર કરી છે. તંત્રએ ડેનવર ઉપરાંત વ્યોમિંગ, નેબ્રાસ્કા અને નોર્થ-સાઉથ ડકોટામાં પણ હાઈએલર્ટ જાહેર કર્યું છે. લોકોને કહ્યું કે તે ઘરમાંથી બહાર ના નીકળે. શક્ય હોય તો યાત્રા-પ્રવાસ જ ના કરે. ન્યુ મેક્સિકો, વિસ્કોસિન, મિનેસોટા, ડલાસ, મિશિગન અને આયોવામાં પણ સ્થિતિ ખરાબ છે. તોફાનની અસર 30 લાખ ચો.કિમી ક્ષેત્ર પર થઈ છે. 

આવું 30-40 વર્ષે થાય છે: બોમ્બ સાઈક્લોન ઠંડીમાં આવતું તોફાન છે. તેમાં બરફ અને વરસાદ સાથે ઝડપી પવન ફૂંકાય છે.  તેનું નામ 1940માં રખાયું હતું. વિજ્ઞાનીઓ મુજબ લગભગ 30-40 વર્ષે આવું થાય છે. 

દ.આફ્રિકા, માલાવી, મોઝામ્બિકમાં પૂરને લીધે 115 લોકોનાં મોત: દક્ષિણ આફ્રિકા, મોઝામ્બિક અને માલાવીમાં ચાર દિવસથી સતત વરસાદ અને પૂરને લીધે 115 લોકો મૃત્યુ પામ્યા. 8.50 લાખ લોકો પ્રભાવિત થયા હતા. 5 હજારથી વધુ ઘરોને નુકસાન થયું. હવામાન વિભાગે હવે ઈડાઇ વાવાઝોડાની ચેતવણી આપી હતી. 

હિમાચલના કેલાંગમાં તાપમાન 0.8 ડિગ્રી, 15 સેમી હિમવર્ષા:  હિમાચલપ્રદેશના લાહોલ અને સ્પિતી જિલ્લાના કેલાંગમાં ગુરુવારે તાપમાન 0.8 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું. રાજ્યનું સૌથી ઠંડુ સ્થાન આ જ હતું. અહીં 15 સેમી હિમવર્ષા થઈ. ડેલહાઉસીમાં તાપમાન 0.1 ડિગ્રી રહ્યું. 5 સેમી હિમવર્ષા થઈ હતી.

લોકોને ઘરની બહાર નહીં નિકળવાની સલાહ
1.હવામાન વિભાગે વાવાઝોડાંને ધ્યાનમાં રાખીને કોલારાડો, વ્યોમિંગ, નેબ્રાસ્કા અને નોર્થ-સાઉથ ડેકોટાના લોકોને ચેતવણી આપી છે કે, તેઓ ઘરની બહાર ના નિકળે અને શક્ય હોય તો ક્યાંય પણ બહાર જવાનું ટાળે. ન્યૂ મેક્સિકો, વિસ્કોન્સિન, મિનેસોટા અને ડલાસ (ટેક્સાસ), મિશિગન અને આયોવામાં પણ સ્થિતિ ખરાબ છે. 
2.નેશનલ વેધર સર્વિસે આ ચક્રવાતને બોમ્બ સાઇક્લોન નામ આપ્યું છે. આ ઠંડીમાં આવતું વાવાઝોડું છે જેમાં 24 કલાકમાં બેરોમેટ્રિક પ્રેશર 24 મિલીબાર સુધી નીચે ગયું હતું. ડેનવર પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપી હવાના કારણે અમને 110 અકસ્માતોની જાણકારી મળી છે. 
1 પોલીસ અધિકારીનું મોત, વીજ પુરવઠો ઠપ
3.વાવાઝોડાંના કારણે કોલારાડોમાં ડેનિયલ ગ્રોવ્સ નામના 52 વર્ષીય પોલીસ અધિકારીનું અકસ્માતના કારણે મોત થયું છે. આ અધિકારી એક અન્ય ડ્રાઇવરને બચાવવાના પ્રયત્નો કરી રહ્યો હતો તે દરમિયાન બીજી કારે તેને ટક્કર મારી હતી. 
4.સ્થાનિક પોલીસ અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે, તેઓ ઘરની બહાર જઇ રહ્યા છે તો સાવધાની રાખે. સડકો પર ઘણો બરફ હોવાના કારણે ભારે પવન છે, તેથી ગાડીઓની હેડલાઇટ ચાલુ રાખવા, કાચ પર વાઇપર ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ ખરીદી કરવા માટે પણ વધુ દૂર ના જાય. 
5.વાવાઝોડાં અને તોફાનના કારણે ડેનવર આતંરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટ પ્રવક્તા અનુસાર, 1,386 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. 
ભારે પવનના કારણે કોલારાડોમાં 1.30 લાખ મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ઇલેક્ટ્રિસિટી કંપની એક્સેલ એનર્જીના પ્રવક્તા માર્ક સ્ટુટ્જે કહ્યું કે, વાવાઝોડાંના કારણે અમારી સેવાઓ પર અસર થઇ છે. ડલાસમાં પણ 1 લાખ મકાનોમાં વીજળી નથી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી