અમેરિકામાં એડ્મિશન કૌભાંડમાં 200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત, 600 ડિપોર્ટ થવાની શક્યતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોપ છે કે આ શંકાસ્પદ લોકોએ ઈમિગ્રેશન નિયમનું ઉલ્લંઘન કરીને ભારતીય વિદ્યાર્થીઓને એડ્મિશન આપ્યું
  • ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત કરી
  • અમેરિકાના અંડરકવર એજન્ટ્સે ભારતીય મૂળના 8 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવા ફેક યૂનવર્સિટી બનાવી

વોશિંગ્ટન: અમેરિકામાં વિઝા છેતરપિંડીના કેસમાં ગેરકાયદે રહેતા 600થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ છે. આ વિદ્યાર્થીઓને નકલી વિઝા દસ્તાવેજના આધારે અમેરિકામાં રહેવામાં મદદ કરનાર 8 વ્યક્તિની ધરપકડ કરાઈ છે. તેમાં ભારતીય અને ભારતીય અમેરિકી નાગરિકોનો સમાવેશ થાય છે. અમેરિકી એજન્સીએ નકલી યુનિવર્સિટી બનાવી વિઝા કૌભાંડ ચલાવાતું હોવાનું જણાવ્યું છે.

 

એચ1-બી માટે પ્રયત્ન કરતાં ભારતીયોને તકલીફ પડી શકે છે
 

 

બુધવારે અમેરિકાના અનેક શહેરોમાં દરોડા પડાયા હતા. દરમિયાનમાં અમેરિકાએ એચ1-બી વિઝા માટે નવા નિયમ બનાવ્યા છે. બુધવારે જાહેર કરાયેલા નિયમોમાં જે લોકો પાસે અમેરિકાની એડવાન્સ ડિગ્રી હશે તેમને એચ1-બી વિઝામાં પ્રાધાન્ય મળશે. આ કારણે એચ1-બી માટે પ્રયત્ન કરતાં ભારતીયોને તકલીફ પડી શકે છે.
 

 

ફ્રોડ પકડવા માટે ચલાવ્યું ઓપરેશન 'પેપર ચેઝ'


અમેરિકન કસ્ટમ એજન્ટ્સે ઈમિગ્રેશનના ફ્રોડને પકડવવા વાળા ઓપરેશનને 'પેપર ચેઝ' નામ આપ્યું છે. યૂનિવર્સિટીમાં 2017 પછી ગૃહ વિભાગે અંડરકવર અધિકારીઓને રાખ્યા હતા. તે આરોપીઓની ઓળખ કરતા હતા. વિદ્યાર્થીઓ સિવાય ભારતીય મૂળના 8 એજ્યુકેશનલ કન્સલ્ટિંગ એજન્ટોને પણ કસ્ટમ ડિપાર્ટમેન્ટે કસ્ટડીમાં રાખ્યા છે.

 

યૂનિવર્સિટીમાં શરૂ થયું હતું અંડરકવર ઓપરેશન


ફેસબુક પર એટીએની પોસ્ટ પર કહેવામાં આવ્યું છે કે, 2015ની શરૂઆતમાં આ યૂનિવર્સિટીને અંડરકવર ઓપરેશન અંર્તગત શરૂ કરવામાં આવી હતી. આ યૂનિવર્સિટી શરૂ કરવાનો હેતુ ઈમિગ્રેશન ફ્રોડ સાથે જોડાયેલા લોકોને પકડવાનો હતો. એટીએનું કહેવું છે કે, વિદ્યાર્થીઓ તરફથી મદદની અપીલ પછી સંગઠને અલગ અલગ શહેરોમાં આવેલી તેમની ટીમને કામે લગાવી દીધી હતી. એટીએની લીગલ ટીમ ભારતીય વિદ્યાર્થીઓના સંગઠન સાથે વાતચીત કરી રહી છે. એટીએના અમુક સભ્યો આ મામલે અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શિંગલા સાથે પણ મુલાકાત કરીને સમગ્ર માહિતી આપવામાં આવી છે.