તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારેખમ ઈચ્છા:246 કિલો વજન ધરાવતી બૉબીને વિશ્વની સૌથી મેદસ્વી મહિલા બનવું છે

ન્યૂયોર્ક21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડૉક્ટરે કહ્યું- જીવનું જોખમ રહેશે, બૉબીએ કહ્યું- ચિંતા નથી, આ જ મારી ઓળખ

અમેરિકાના પેન્સિલવેનિયાની 46 વર્ષની બૉબીને સ્થૂળતા એટલી ગમે છે કે તે તેનું વજન હાલના 246 કિલોથી પણ વધારવા ઇચ્છે છે. તે વિશ્વની સૌથી મેદસ્વી મહિલાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવા માગે છે. તેની કમર 95 ઇંચની છે, જેને તે 99 ઇંચની કરવા ઇચ્છે છે.

ડૉક્ટર્સની ટીમે તેને ચેતવણી આપતાં કહ્યું કે તેનું વજન આ રીતે જ વધતું રહેશે તો તેનો જીવ પણ જઇ શકે છે પરંતુ બૉબી કહે છે કે તેને કોઇ ફરક નથી પડતો. ડૉક્ટર્સનું કહેવું છે કે બૉબીના ડાયટમાં કાર્બ્સનું પ્રમાણ ઘણું વધારે છે.

તે બહુ જંક ફૂડ ખાય છે. તેનું ડાયટ ઘણું અનહેલ્ધી છે. જોકે, બૉબીનું કહેવું છે કે, ‘લોકો મને ખૂબ ચાહે છે. સોશિયલ મીડિયા પર પણ મારા લાખો ફેન છે. મારી સ્થૂળતા જ મારી ઓળખ છે અને હું કોઇ પણ સંજોગોમાં આવી જ રહેવા ઇચ્છું છું.’

અન્ય સમાચારો પણ છે...