તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Interesting
  • Seeing The Popularity Of Space Travel, Virgin Galactic Has Doubled Ticket Prices, You Can Also Travel For Free By Donating

ભાસ્કર ખાસ:અંતરિક્ષ યાત્રા માટેની લોકપ્રિયતા જોઈને વર્જિન ગેલેક્ટિકે ટિકિટના ભાવ બમણા કર્યા, દાન આપીને તમે મફત યાત્રા પણ કરી શકો છો

વોશિંગ્ટન17 દિવસ પહેલાલેખક: મોહમ્મદ અલી
  • કૉપી લિંક
  • દુનિયાભરના અમીરો વચ્ચે હવે અંતરિક્ષના પ્રવાસે જવાનો ટ્રેન્ડ શરૂ થયો છે

જેફ બેઝોસ અને રિચર્ડ બ્રેન્સનની અંતરિક્ષ યાત્રા પછી અમીરો વચ્ચે અંતરિક્ષમાં જવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ઉદાહરણ તરીકે, જેફ બેઝોસની બાજુની સીટ મેળવવા માટે 159 દેશના 7600 લોકોએ બોલી લગાવી હતી. તે સીટ રૂ. 21 કરોડમાં વેચાઈ હતી.

આ લોકપ્રિયતાને જોતા બ્રેન્સનની માલિકી ધરાવતી વર્જિન ગેલેક્ટિક પહેલેથી જાહેર કિંમતોથી આશરે બમણી કિંમતે ટિકિટનું વેચાણ શરૂ કરશે. કંપની હવે રૂ. 3.35 કરોડમાં ટિકિટો વેચી રહી છે. પહેલાં આ ભાવ રૂ. 1.9 કરોડ હતો. આ કિંમતે 600 લોકોએ ટિકિટ ખરીદી હતી. વર્જિન ગેલેક્ટિકના સીઈઓ માઈકલ કોલગ્લજિયર કહે છે કે દુનિયાભરના લોકો માટે નવા ઉદ્યોગનો દરવાજો ખોલીને અમે ખુશ છીએ. દર વર્ષે સેંકડો સ્પેસ ફ્લાઈટ ઓપરેટ કરવાની અમારી યોજના છે.

અમારી કંપની ઝડપથી ઉડાન યુનિટી 23 હેઠળ ઈટાલિયન વાયુસેનાના 3 સભ્યને અંતરિક્ષમાં લઈ જશે. ત્રણ દિવસની તાલીમ સાથે પ્રતિ સીટ રૂ. 4.3 કરોડમાં બુક છે. શરૂઆતની 600 સીટ બુક છે. તેમાં લગભગ 1000 સંભવિત ગ્રાહક જોડ્યા છે, જેમણે રૂ. 75 હજાર જમા કરાવ્યા છે. ફ્લાઈટ પહેલાં ત્રણ દિવસની તાલીમ વખતે પ્રવાસીઓને જુદો અનુભવ આપવા માટે પ્રસિદ્ધ ડિઝાઈનર જો રોહડે સાથે પણ અમે કરાર કર્યો છે.

રોહડેએ ડિઝની ઈમેજિનિયરિંગમાં ચાર દસકા વિતાવ્યા છે અને એનિમલ કિંગ્ડમ માટે ચીફ ડિઝાઈનર તરીકે કામ કર્યું છે. આ ખાસ અનુભવ અને મનોરંજન પેકેજનો મોટો હિસ્સો છે. વર્જિને અત્યાર સુધી અનેક સ્પષ્ટતાઓ નથી કરી, પરંતુ કોલગ્લજિયર કહે છે કે, આ ઉડાનના પહેલા ત્રણ દિવસની તાલીમથી એ સુનિશ્ચિત થશે કે દરેક યાત્રી અંતરિક્ષનો દરેક સેકન્ડનો પ્રવાસ યાદગાર બની શકે.

સ્પેસ પર્સ્પેક્ટિવ હાઈડ્રોજન ફુગ્ગો 20 માઈલ સુધી લઈ જશે
વર્જિનને સ્પેસ પર્સ્પેક્ટિવ જેવી કંપનીઓ ટક્કર આપી રહી છે, જે હાઈડ્રોજન ભરેલા ફુગ્ગાથી આઠ લોકોને લઈ જશે. તે છ કલાકની ઉડાન હશે, પરંતુ તે ધરતીથી ફક્ત 20 માઈલ ઉપર જ જઈ શકશે. તે સ્થળ કાર્મન લાઈનથી ઘણું નીચે છે. પરંતુ આ યાત્રા લાંબા અંતરના યાત્રી જેટથી ત્રણ ગણું વધુ હશે. બ્લુ ઓરિજિન અને વર્જિન ગેલેક્ટિકની ઉડાનમાં પ્રવાસીઓ કેપ્સ્યુલમાં ચારેય તરફ તરી પણ શકે છે.

અન્ય સમાચારો પણ છે...