બાઈકચાલક પર સાબરની છલાંગનો VIDEO:દોડીને રોડ ક્રોસ કરતાં સાબરે બાઈકસવાર યુવકને પછાડ્યો, બાલાઘાટનાં જંગલનાં શૉકિંગ દૃશ્યો કેમેરામાં કેદ

6 દિવસ પહેલા

મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલનો શૉકિંગ વીડિયો સામે આવ્યો છે. અહીં ઉકવા-સમાનપુરા રોડ પર પસાર થતાં બાઈકચાલકને સાબરે પછાડી દીધો. આ રસ્તો જંગલની વચ્ચેથી જ નીકળે છે. કોઈ બાઈકચાલક આ રસ્તેથી જતો હોય છે. આ દરમિયાન સાબરનું ઝૂંડ રોડ ક્રોસ કરતું હોય છે. આ દરમિયાન જ એક સાબર છલાંગ મારીને રોડ ક્રોસ કરવા જાય છે. આ દરમિયાન સાબરના પગ બાઈકચાલકના માથા સાથે અથડાતાં બાઈકસવાર રોડ પર પડી જાય છે. આ દૃશ્યો પાછળ આવી રહેલાં બાઈકસવારનાં મોબાઈલમાં કેદ થયાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...