તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Interesting
  • Emergency Declared In New York In The Wake Of Heavy Rains, People Appealed Do Not Leave The House

અમેરિકામાં આફત:ભારે વરસાદના પગલે ન્યુયોર્કમાં ઈમરજન્સી જાહેર, મેયરે લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા અપીલ કરી

ન્યુયોર્ક15 દિવસ પહેલા
  • વરસાદના કારણે મેટ્રોની અંદર પાણી ઘુસી ગયા
  • લગભગ 5300 ગ્રાહકો વીજળી વિહોણા બન્યા

અમેરિકામાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે દરેક જગ્યાએ પાણી ભરાયા છે. મેટ્રોની અંદર પણ પાણી ઘુસી ગયા છે. આ કારણે સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન મેયર બિલ ડી બ્લાસિયોએ ન્યુયોર્ક શહેરમાં ઈમરજન્સી જાહેર કરી છે. મેયરે ટ્વિટ કરીને કહ્યું કે આપણે આજે રાતે એક ઐતિહાસિક મોસમની ઘટનાનો સામનો કરી રહ્યાં છે. જેમાં સમગ્ર શહેરમાં રેકોર્ડ વરસાદ, ભયંકર પુર અને રસ્તા પર ખતરનાક સ્થિતિ છે.

મેયરે લોકોને ઘરે રહેવા અપીલ કરી
મેયરે ન્યુયોર્કના લોકોને ઘરની અંદર રહેવા જણાવ્યું છે. આ સિવાય તેમણે લોકોને સ્થળાંતર પણ ન કરવાની સલાહ આપી છે. તેમણે ટ્વિટમાં લખ્યું હું આજે રાતે ન્યુયોર્ક શહેરમાં ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી રહ્યો છું. અમે આજે રાતે એક ઐતિહાસિક મોસમની ઘટનાનો સામનો કરી રહ્યાં છે, જેમાં સમગ્ર શહેરમાં ભારે વરસાદ, પુરની સ્થિતિ અને રસ્તાઓ પર પાણી ભરાયા છે. લગભગ 5300 ગ્રાહકો વીજળી વિહોણા બન્યા છે. જોકે આશા રાખુ છે કે થોડા કલાકોમાં જ વરસાદ રોકાઈ જશે. જોકે હજુ પણ તમે ઘરમાં ન હોય તો ફરીથી ઘરમાં ચાલ્યા જાવ.

તેમણે વધુમાં કહ્યું કે મહેરબાની કરીને રસ્તા પરથી દૂર રહો અને આપણી ઈમરજન્સી સર્વિસને તેમનુ કામ કરવા દો. જો તમે ઘરમાંથી બહાર નીકળવાનું વિચારી રહ્યાં છો તો આમ ન કરો. મેટ્રોથી દૂર રહો. રસ્તાઓથી દૂર રહો. આ ભારે પાણીમાં ડ્રાઈવ ન કરો.

અન્ય સમાચારો પણ છે...