તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રિટનમાં રિસર્ચ:15ની ઉંમરનાં બાળકો જીવનથી ખુશ નથી, 10 વર્ષમાં તેમની સંખ્યા બમણી

લંડનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારા દેખાવાના દબાણની અસર આરોગ્ય પર

બ્રિટનની ધ ચિલ્ડ્રન સોસાયટીએ તેના લેટેસ્ટ રિપોર્ટમાં ચેતવણી આપી છે કે 10થી 15 વર્ષની વયમાં જીવનથી નાખુશ બાળકોની સંખ્યા વધીને લગભગ બમણી થઇ ગઇ છે. એસેક્સ યુનિ.ના સંશોધકોના અભ્યાસમાં સામે આવ્યું કે 2018-19માં 10થી 15 વર્ષની વયનાં 6.7% બાળકો તેમના જીવનથી ખુશ નથી જણાયાં.

2009-10માં આ પ્રમાણ 3.8% હતું. સોસાયટીના કહેવા મુજબ રિપોર્ટનાં તારણો ચિંતાજનક છે. રિસર્ચ કોવિડ પૂર્વે કરાયું હોવાથી તેમાં મહામારીની નકારાત્મક અસરો સામેલ નથી. રિપોર્ટ કહે છે કે બ્રિટનના દર 25માંથી 1 બાળક ઊથલપાથલ સામે ઝઝૂમ્યું અને એવાં બાળકોનું પ્રતિનિધિત્વ કરે છે કે જેમને માનસિક સહારાની જરૂર છે.

આ બાળકો સ્કૂલ, મિત્રોના સંબંધ અને સ્વરૂપ અંગે ચિંતિત છે. સોસાયટીના સીઇઓ માર્ક રસેલના જણાવ્યાનુસાર આ નાખુશી કિશોરાવસ્થામાં થતી માનસિક પરેશાનીનો સંકેત હોઇ શકે છે.

સંગીત સાંભળવાથી ભાવનાત્મક મજબૂતાઇ મળે છે
સંશોધકોનું કહેવું છે કે એકલાપણા અને કઠણાઇમાં સંગીત સાંભળવાથી ભાવનાત્મક રીતે મજબૂતાઇ મળે છે. ઘણાં છોકરા-છોકરીઓ પોતે કેવાં દેખાય છે એ વાતથી નાખુશ રહે છે. જેમની સાથે વાત કરાઇ તેમાંથી 8થી 13% બાળકોમાં આવો અસંતોષ વધ્યો છે. છોકરીઓની સંખ્યા પણ વધીને 15-16% થઇ છે. સોસાયટીના જણાવ્યાનુસાર સારા દેખાવાનું દબાણ છોકરાઓ વધુ અનુભવે છે. તેની આરોગ્ય પર નકારાત્મક અસર પડે છે.

અન્ય સમાચારો પણ છે...