• Gujarati News
  • Interesting
  • As Facebook Weakened, The Company Also Acknowledged That Popularity Among Young People Was Steadily Declining

ભાસ્કર ખાસ:ફેસબુક નબળી પડી, કંપનીએ પણ સ્વીકાર્યું કે યુવાનોમાં લોકપ્રિયતા સતત ઘટી રહી છે

વોશિંગ્ટન22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુકના લીક દસ્તાવેજમાં મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો

સોશિયલ મીડિયા કંપની ફેસબુક દુનિયાની સૌથી શક્તિશાળી કંપનીઓ પૈકીની એક મનાય છે. પરંતુ હાલમાં લીક થયેલા આંતરિક રિપોર્ટમાં માલુમ પડ્યું છે કે કંપનીએ ભલે નાણાકીય સંકટનો સામનો કરવો નથી પડી રહ્યો, પરંતુ તેની લોકપ્રિયતા સતત ઘટી રહી છે. અમેરિકન યુવાનોમાં ફેસબુકની લોકપ્રિયતા ઘણી ઘટી ગઈ છે.

એવું કહેવાય છે કે, ફેસબુકની આંતરિક બે સ્તરીય જસ્ટિસ સિસ્ટમ છે, પરંતુ કંપનીએ તેની સામે જ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કંપનીની સાખ સતત ઘટી રહી છે. તેનું કારણ એ છે કે કોરોનાકાળમાં વેક્સિન મુદ્દે ખોટી માહિતીના કારણે ફેસબુકની વિશ્વસનીયતા પણ ઘણી ઘટી ગઈ છે.

હવે ફેસબુકની કંપની ઈન્સ્ટાગ્રામ પર દુનિયાના લાખો વાલીઓ માટે પરેશાનીનું કારણ બની છે. તેની ઈમેજ પણ ખરડાઈ છે. દુનિયાના અનેક દેશોમાં ફેસબુકને સરકારોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકામાં ફેસબુક વિરુદ્ધ અનેક કેસ ચાલી રહ્યા છે. કંપનીમાં ઊંચા હોદ્દે કામ કરતા અનેક અધિકારીઓ પણ ખુલ્લેઆમ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અમેરિકન સેનેટમાં હાલમાં જ થયેલી સુનાવણીમાં ફેસબુકના ગ્લોબલ સિક્યોરિટી હેડ એન્ટિગોન ડેવિસની સાંસદોએ ગ્રાહક સુરક્ષા મુદ્દે જોરદાર ઝાટકણી કાઢી હતી. ફેસબુક પોતાની ઈમેજ સુધારવા ખાસ કોઈ પ્રયાસ નથી કરી રહી.

ફેસબુકે સુરક્ષાના ધજિયા ઉડાવી નફો પસંદ કર્યો
અત્યાર સુધી શૉન નામે પડદા પાછળ રહેતી વ્હિસલબ્લોઅર અને ફેસબુકની પ્રોડક્ટ મેનેજર રહી ચૂકેલી ફ્રાન્સિસ હાઉગને પણ પોતાની ઓળખ જાહેર કરી છે. તેણે કહ્યું છે કે, ફેસબુકે વારંવાર લોકોની પ્રાઈવેસી અને સુરક્ષાના ધજિયા ઉડાવીને નફો કરવાનું પસંદ કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પણ કિશોરો પર નકારાત્મક અસર કરી રહી છે. આમ છતાં, ફેસબુકે તેઓ માટે ઈન્સ્ટાગ્રામનું નવું વર્ઝન લૉન્ચ કરવાનો નિર્ણય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...