મહાત્મા ગાંધીને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવી શકે છે. આ વિશે અમેરિકન સાંસદે એક વાર ફરી પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે ન્યૂયોર્કના એક સાંસદે આપ્યો છે. તેમણે શાંતિ અને અહિંસાને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધીને કોંગ્રેસનું સ્વર્ણ પદકથી સન્માનિત કરવાનો પ્રસ્તાવ અમેરિકન પ્રતિનિધિ સભામાં શુક્રવારે (13 ઓગસ્ટે) રજૂ કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી અમેરિકન કોંગ્રેસનું સ્વર્ણ પદક મેળવનાર પહેલાં ભારતીય બનશે.
આ પહેલાં આ સન્માન જ્યોર્જ વોશિંગ્ટન, નેલ્સન મંડેલા, માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર, મધર ટેરેસા અને રોજા પાર્ક્સ જેવી મહાન હસતીઓને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. ન્યૂયોર્કના કોંગ્રેસ સભ્ય કૈરોલિન બી મેલોનીએ એસેમ્બલીમાં આ વિશે પ્રસ્તાવ રજૂ કરતા કહ્યું છે કે, મહાત્મા ગાંધીના ઐતિહાસીક સત્યાગ્રહ (આત્મા-શક્તિ માટે સંસ્કૃતિ) અહિંસક પ્રતિરોધના આંદોલનથી એક દેશ અને દુનિયાને પ્રેરણા આપી છે. તેમનું ઉદાહરણ આપણને બીજાની સેવા માટે પોતાને સમર્પિત કરવા માટે ઉત્સાહિત કરે છે.
મેલોનીએ વધુમાં કહ્યું હતું કે, માર્ટિન લૂથર કિંગ જૂનિયરની જાતીભેદની સમાનતા માટેનું અભિયાન હોય કે નેલ્સન મંડેલાની રંગભેગ વિરુદ્ધની લડાઈ. સમગ્ર દુનિયાના અભિયાનોને ગાંધીજીમાંથી પ્રેરણા મળે છે. તેઓ લોક સેવક હોવાના કારણે તમેના સાહસ અને આદર્શના કારણે મને રોજ પ્રેરણા મળે છે. તો આવો આપણે ગાંધીના તે આદર્શોનું પાલન કરીએ અને જે પરિવર્તન તમે દુનિયામાં જોવા માંગો છો તે સૌથી પહેલાં આપણાં સ્વયંમાં લાવીએ.
પહેલાં પણ રજૂ કરાયો હતો પ્રસ્તાવ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકન સાંસદ મેલોનીએ એવો પણ દાવો કર્યો છે કે, વર્ષ 2019માં કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ મહાત્મા ગાંધીને જ મળે તે વિશે તેઓ કામ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ પહેલાં 2018માં મેલોની પહેલીવાર સંસદમાં આ પ્રસ્તાવ લઈને આવ્યા હતા. તે સમયે મહાત્મા ગાંધીને મરણોપરાંત પ્રતિષ્ઠિત કોંગ્રેસના આ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવાની માંગણી કરી હતી. મેલોનીનું કહેવું હતું કે, જ્યારે આખો દેશ ગાંધીજીની 150મી જયંતી મનાવી રહ્યો છે ત્યારે તેમને કોંગ્રેશનલ ગોલ્ડ મેડલથી સન્માનિક કરવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.