એક ચપટી મીઠાએ તોડ્યો અંગ્રેજોનો ઘમંડ:દાંડીયાત્રાથી ગાંધીએ સાબિત કર્યું કે તેઓ માત્ર 'હિંદુઓ’ના નેતા નથી

11 દિવસ પહેલાલેખક: પંકજ રામાણી

'તેથી આપણે આઝાદ છીએ' શ્રેણીની પાંચમી વાર્તામાં વાંચો દાંડીયાત્રા અને મીઠાના કાળા કાયદાનો અંત...

6 એપ્રિલ 1930ના રોજ સવારે ગાંધીજી જાગ્યા ત્યારે 26 દિવસની દાંડીયાત્રામાં 386 કિમી ચાલીને પણ તેમના ચહેરા પર કોઈ થાક નહોતો. ગુજરાતના દાંડી નામના નાનકડા ગામમાં દેશ-વિદેશમાંથી લગભગ 50 હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા. બધાની નજર આ 61 વર્ષીય વ્યક્તિ પર ટકેલી હતી. ગાંધીજી ઊભા થયા અને પોતાની ઝડપી ગતિએ દરિયા કિનારે ગયા. હજારો લોકો પણ તેમની પાછળ પાછળ ગયા.

અંગ્રેજો પહેલેથી જ તૈયાર હતા. તેણે મોડી રાત્રે અનેક મજૂરોને કામે લગાડીને દરિયા કિનારે જમા થયેલું મીઠું અને રેતી ભેળવીને માટી બનાવી હતી. આ જોઈને ગાંધીજીના ચહેરા પર એકપણ કરચલી ન હતી. બીજી તરફ જિભુભાઈ કેશવલજી નામની વ્યક્તિએ અગાઉથી થોડું મીઠું છુપાવ્યું હતું. આમાંથી ગાંધીજીએ એક ચપટી મીઠું ઉપાડ્યું અને કહ્યું- "આનાથી હું બ્રિટિશ સામ્રાજ્યનો પાયો હચમચાવી રહ્યો છું." એક રાત અગાઉ, ગાંધીજીએ સૈફી વિલામાં રહીને તેમને 'હિંદુ નેતા' કહેનારાઓને જવાબ પણ આપ્યો હતો.

6 એપ્રિલ 1930ના રોજ મહાત્મા ગાંધીએ દાંડી પહોંચીને મીઠાનો કાયદો તોડ્યો હતો. તેમણે હાથમાં મીઠું લીધું અને કહ્યું હતું કે આનાથી હું બ્રિટિશ સામ્રાજ્યનો પાયો હચમચાવી રહ્યો છું.
6 એપ્રિલ 1930ના રોજ મહાત્મા ગાંધીએ દાંડી પહોંચીને મીઠાનો કાયદો તોડ્યો હતો. તેમણે હાથમાં મીઠું લીધું અને કહ્યું હતું કે આનાથી હું બ્રિટિશ સામ્રાજ્યનો પાયો હચમચાવી રહ્યો છું.

દાંડી ગામ દરિયા કિનારે જ છે, પણ હવે મીઠું નથી
જ્યારે હું દાંડી પહોંચ્યો ત્યારે હવે પુસ્તકો અને ચિત્રો કરતાં દાંડી સાવ જુદું દેખાય છે. સૌથી પહેલા હું એ જગ્યાએ પહોંચું છું જ્યાં ગાંધીજીએ બ્રિટિશ સરકારના પાયામાં લૂણો લગાવ્યો હતો. હવે ભૌગોલિક સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે અહીં મીઠું બનતું નથી.

નવસારીમાં ભૂતકાળમાં આવેલા પૂરને કારણે બીચ પર પણ ગંદકીના ગંજ ખડકાયા છે. જોકે સ્થાનિક લોકો કહે છે કે આ બધું કુદરતી છે. સામાન્ય રીતે આ જગ્યા સારી રીતે જાળવવામાં આવે છે. આ માટે દાંડી ગામના લોકો દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે, જે પ્રવાસીઓ પાસેથી દાન લે છે અને એ પૈસા બીચની સફાઈ અને અન્ય કામોમાં વાપરે છે.

ભારતીય સોલ્ટ એક્ટ 1882માં બનાવવામાં આવ્યો, મીઠું બનાવવા માટે 6 મહિનાની જેલ
1835માં બ્રિટિશ સરકારે મીઠા પર ટેક્સ લગાવવા માટે સોલ્ટ કમિશનની રચના કરી. કમિશને સરકારને સલાહ આપી કે ભારતમાં બનેલા મીઠા પર ટેક્સ લગાવવો જોઈએ. જેથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કબજા હેઠળના ભારતમાં બ્રિટનના લિવરપૂલમાં બનાવેલા મીઠાની નિકાસ વધારી શકાય.

ગાંધી 12 માર્ચ 1930ના રોજ 78 લોકો સાથે સાબરમતીથી દાંડી જવા રવાના થયા હતા. તેઓ 6 એપ્રિલે સવારે દાંડી પહોંચ્યા હતા. ત્યારે તેમના સમર્થન માટે હજારો લોકો ત્યાં પહોંચ્યા હતા.
ગાંધી 12 માર્ચ 1930ના રોજ 78 લોકો સાથે સાબરમતીથી દાંડી જવા રવાના થયા હતા. તેઓ 6 એપ્રિલે સવારે દાંડી પહોંચ્યા હતા. ત્યારે તેમના સમર્થન માટે હજારો લોકો ત્યાં પહોંચ્યા હતા.

1857ના વિદ્રોહ પછી બ્રિટિશ સરકારે ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ભારતનું શાસન છીનવી લીધું અને એને સીધું પોતાના હાથમાં લીધું. 1882માં બ્રિટિશ સરકારે ભારતીય મીઠાનો કાયદો ઘડીને એનું ઉત્પાદન, પરિવહન અને વેપાર સંપૂર્ણપણે પોતાના કબજામાં કરી લીધા હતા.

આ કાયદા હેઠળ મીઠું બનાવવા માટે 6 મહિનાની જેલ, સંપત્તિ જપ્ત અને ભારે દંડની સજા હતી. બોમ્બે સોલ્ટ એક્ટની કલમ 39 મુજબ, મીઠા પર ટેક્સ વસૂલતા અધિકારીઓ કોઈપણ ઘર અથવા પરિસરમાં પ્રવેશી શકતા હતા અને સર્ચ કરી શકતા હતા. મતલબ કે મીઠું માત્ર સરકારી ડેપોમાં જ બનાવી શકાતું હતું.

1922માં ભારતમાં બ્રિટિશ સરકારે મીઠા પરનો ટેક્સ બમણો કર્યો
નવેમ્બર 1922માં જ્યારે બેસિલ બ્લેકેટને બ્રિટિશ ભારતમાં ફાઇનાન્સ મેમ્બર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમણે મીઠા પરનો ટેક્સ બમણો કર્યો. ભારતના વિધાયકે આ દરખાસ્તને ફગાવી દીધી છે, પરંતુ વાઈસરોય લોર્ડ રીડિંગે વિશેષ શક્તિનો ઉપયોગ કરીને આ ખરડો પસાર કર્યો હતો.

એ સમયે ભારતમાં એક મણ એટલે કે લગભગ 40 કિલો મીઠાની કિંમત 10 પૈસા હતી. સરકાર તેના પર 20 આના એટલે કે 1.25 રૂપિયા ટેક્સ વસૂલતી હતી.

દાંડીના વ્હોરા મુસ્લિમોએ ગાંધી માટે તેમના ગુરુનું ઘર ખોલ્યું

દાંડીમાં સૈફી વિલાની બહાર મીઠું ઉઠાવતા ગાંધીની પ્રતિમા ઊભી છે. સૈફી વિલામાં જ બાપુએ મીઠાના કાયદાનો ભંગ કરતાં પહેલાં 5 એપ્રિલ 1930ના રોજ રાત વિતાવી હતી.
દાંડીમાં સૈફી વિલાની બહાર મીઠું ઉઠાવતા ગાંધીની પ્રતિમા ઊભી છે. સૈફી વિલામાં જ બાપુએ મીઠાના કાયદાનો ભંગ કરતાં પહેલાં 5 એપ્રિલ 1930ના રોજ રાત વિતાવી હતી.

દાંડીયાત્રા પર પુસ્તક લખનાર 93 વર્ષીય ધીરુભાઈ કહે છે કે ગાંધીજી 5 એપ્રિલ 1930ના રોજ દાંડી બીચ નજીક સૈફી વિલા પહોંચ્યા હતા. એ સમયે ગામમાં 460 લોકો રહેતા હતા. ઘણી ગરીબી હતી. ગ્રામજનોની ચિંતા એ હતી કે તેઓ ગાંધીજીનું સ્વાગત કેવી રીતે કરશે.

ગામના વ્હોરા સમુદાયના મુસ્લિમોએ તેમના ગુરુ સૈયદના તાહિર સૈફુદ્દીનનો બંગલો ગાંધીજી માટે ખુલ્લો મૂક્યો હતો. ગાંધીજીએ સૈફી વિલામાં જ એક રાત વિતાવી હતી. આ સાથે તેમણે એવા લોકોને પણ સંદેશ આપ્યો હતો, જેઓ કહેતા હતા કે તેઓ મુસ્લિમ ગામડાંમાં જતા નથી, રોકાતા નથી. આજે પણ ગાંધીજી દ્વારા ઉપયોગમાં લેવાયેલાં વાસણો સૈફી વિલામાં રાખવામાં આવ્યાં છે.

મહાત્મા ગાંધી દાંડી પહોંચ્યા ત્યારે ત્યાં વ્હોરા સમુદાયના મુસ્લિમોએ તેમનું સ્વાગત કર્યું હતું. મુસલમાનોએ તેમના ધર્મગુરુ સૈફુદ્દીનનું ઘર ગાંધી માટે ખોલાવ્યું હતું. ચિત્ર: ગૌતમ ચક્રવર્તી
મહાત્મા ગાંધી દાંડી પહોંચ્યા ત્યારે ત્યાં વ્હોરા સમુદાયના મુસ્લિમોએ તેમનું સ્વાગત કર્યું હતું. મુસલમાનોએ તેમના ધર્મગુરુ સૈફુદ્દીનનું ઘર ગાંધી માટે ખોલાવ્યું હતું. ચિત્ર: ગૌતમ ચક્રવર્તી

ગુજરાતથી તામિલનાડુ સુધીના સત્યાગ્રહીઓ ગાંધીજી સાથે હતા
બાપુ 12 માર્ચ 1930ના રોજ 78 લોકો સાથે દાંડીયાત્રાએ નીકળ્યા હતા. આ તમામ લોકોની પસંદગી ગાંધીજીએ પોતે ઈન્ટરવ્યુ લઈને કરી હતી. તેમની ઉંમર લગભગ 16થી 25 વર્ષની હતી, જેમાં ગુજરાત પ્રાંતના 32, કચ્છના 6, કેરળના 4, પંજાબના 3, બોમ્બેના 2 અને સિંધ, નેપાળ, તામિલનાડુ, આંધ્ર, ઉત્કલ, કર્ણાટક, બિહાર અને બંગાળના એક-એકનો સમાવેશ થાય છે.

ગાંધીજીએ તેમના પ્રવાસ દરમિયાન 11 નદી પાર કરી હતી. સુરત બાદ ડીંડોરી, વાંજ, ધામણ, નવસારીમાં પ્રવાસના અંતિમ દિવસોમાં પડાવ નાખ્યો હતો.

બીજી તરફ, બ્રિટિશ સરકારે 12થી 31 માર્ચ સુધી દેશભરમાં 95,000થી વધુ લોકોની ધરપકડ કરી હતી, જેમાં સી. રાજગોપાલાચારી અને પંડિત નેહરુનો સમાવેશ થાય છે. બાપુએ 6 એપ્રિલે દાંડીમાં મીઠાનો કાયદો તોડ્યો અને તેની સાથે સવિનય અસહકારની ચળવળ શરૂ થઈ. ધીમે ધીમે આંદોલન દેશના અન્ય ભાગોમાં પણ ફેલાઈ ગયું. આ ચળવળ આખું વર્ષ ચાલ્યું અને 1931માં ગાંધી-ઇર્વિન વચ્ચેના કરાર સાથે સમાપ્ત થયું.

દાંડી નજીક દરિયા કિનારે મીઠાના કામદારોને મારપીટ કરતી બ્રિટિશ પોલીસ. દાંડી માર્ચ દરમિયાન દાંડી અને એની આસપાસનાં ગામોમાંથી 240 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચિત્ર: ગૌતમ ચક્રવર્તી
દાંડી નજીક દરિયા કિનારે મીઠાના કામદારોને મારપીટ કરતી બ્રિટિશ પોલીસ. દાંડી માર્ચ દરમિયાન દાંડી અને એની આસપાસનાં ગામોમાંથી 240 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચિત્ર: ગૌતમ ચક્રવર્તી
મીઠાના કાયદાનો ભંગ કર્યાના લગભગ એક મહિના પછી 4 અને 5 મેની મધ્યરાત્રિએ ગાંધીની ધરસાણામાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ સ્થળ દાંડી 40 કિમી દૂર છે. ચિત્ર: ગૌતમ ચક્રવર્તી
મીઠાના કાયદાનો ભંગ કર્યાના લગભગ એક મહિના પછી 4 અને 5 મેની મધ્યરાત્રિએ ગાંધીની ધરસાણામાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ સ્થળ દાંડી 40 કિમી દૂર છે. ચિત્ર: ગૌતમ ચક્રવર્તી

ગાંધી પર નજર રાખીને એક અંગ્રેજ અધિકારી ખુદ ગાંધી ભક્ત બની ગયો
ધીરુભાઈ પટેલે આ પ્રવાસને લગતો બીજો કિસ્સો સંભળાવ્યો. તેઓ જણાવે છે કે દાંડીયાત્રા દરમિયાન બાપુ પર નજર રાખવા માટે વર્ગ-1ના અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. મને તેમનું પૂરું નામ યાદ નથી, પણ અટક દેસાઈ હતી.

દેસાઈ દાંડીયાત્રાના 6 મહિના પછી નિવૃત્ત થવાના હતા, પરંતુ તેઓ ગાંધીજીથી એટલા પ્રભાવિત થયા કે તેમણે પહેલા જ તેમણે રાજીનામું આપી દીધું. દેસાઈને લાગવા માંડ્યું કે ગાંધી પર નજર રાખીને તેમણે પાપ કર્યું છે.

દાંડીના લોકો હજુ પણ ગાંધીવાદી છે, ચૂંટણીથી નહીં પણ ચૂંટાય છે સર્વાનુમતે સરપંચ
દાંડીના લોકો આજે પણ ગાંધીવાદી આદર્શો પ્રમાણે જીવન જીવે છે. અહીં તમામ પ્રકારની સુવિધાઓ છે. પાકા રસ્તાઓ છે. સારી શાળાઓ અને કોલેજો છે. ગામમાં ક્યારેય પંચાયતની ચૂંટણી થતી નથી. લોકો સર્વાનુમતે સરપંચની નિમણૂક કરે છે.

દાંડીના રહેવાસી શકુંતલાબેન પટેલ કહે છે કે ગાંધીજી અહીં પહોંચતાં પહેલાં પોલીસ ગામના લોકોને ધમકાવતી હતી, પરંતુ ગ્રામજનોએ આંદોલનકારીઓ માટે તેમના ઘરના દરવાજા ખોલી દીધા હતા. અહીં પહોંચેલા 50 હજાર લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને કારણે વિસ્તારના 22 ગામના 240 લોકોને પોલીસે જેલમાં મોકલી દીધા હતા.

દાંડીના સત્યાગ્રહ મ્યુઝિયમમાં આજે પણ મીઠું બનાવવામાં આવે છે

દાંડીમાં સૈફી વિલાની સામે રાષ્ટ્રીય મીઠું સત્યાગ્રહ સ્મારક બનાવવામાં આવ્યું છે. જ્યાં ગાંધીજી અને તેમના સાથીઓની પ્રતિમા બનાવવામાં આવી છે. 30 જાન્યુઆરી 2019ના રોજ ખોલવામાં આવેલ આ સ્મારક 15 એકરમાં ફેલાયેલું છે.
દાંડીમાં સૈફી વિલાની સામે રાષ્ટ્રીય મીઠું સત્યાગ્રહ સ્મારક બનાવવામાં આવ્યું છે. જ્યાં ગાંધીજી અને તેમના સાથીઓની પ્રતિમા બનાવવામાં આવી છે. 30 જાન્યુઆરી 2019ના રોજ ખોલવામાં આવેલ આ સ્મારક 15 એકરમાં ફેલાયેલું છે.

દાંડીમાં હવે કુદરતી મીઠાનું ઉત્પાદન થતું નથી, પરંતુ રાષ્ટ્રીય સ્મારકમાં કૃત્રિમ રીતે તૈયાર કરાયેલા મીઠાનો ઉપયોગ થાય છે, જેથી કરીને પ્રવાસીઓ જોઈ શકે કે મીઠું કેવી રીતે બને છે. પ્રવાસીઓ પણ અહીંથી મીઠું ખરીદીને લઈ જાય છે.

2019માં ભારત સરકારે સૈફી વિલાની સામેના કાંઠે એક ભવ્ય રાષ્ટ્રીય મીઠું સત્યાગ્રહ સ્મારક પણ બનાવ્યું છે. આ સ્મારકમાં દાંડીયાત્રાના શિલ્પો છે. આ ઉપરાંત ગાંધીજીના સ્વાવલંબનના વિચારોને અનુરૂપ સૌર વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. અહીં દરરોજ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવે છે.

પટેલ અને નેહરુ તૈયાર નહોતા, પણ ગાંધીએ થેલી ઉઠાવી
જ્યારે ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહનો નિર્ણય લીધો ત્યારે નેહરુ, પટેલ સહિતના કોંગ્રેસના મોટા નેતાઓએ એનો વિરોધ કર્યો હતો. તેમનું માનવું હતું કે અંગ્રેજો ગાંધીજીને ફરીથી જેલમાં ધકેલી દેવાની તક શોધી રહ્યા હતા. આનાથી તેમને તક મળી જશે. જોકે ગાંધીજીના આગ્રહ સામે બંનેને ઝૂકવું પડ્યું. દાંડીકૂચનું નેતૃત્વ સરદાર પટેલે કર્યું હતું.

બાપુ બે બેગ લઈને સાબરમતી આશ્રમથી નીકળ્યા હતા. એક થેલીમાં તેની રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ હતી અને બીજી થેલીમાં જેલની વસ્તુઓ રાખવામાં આવી હતી. તેણે કહ્યું હતું - મારી ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. હું ભલે જીવી ન શકું, પણ આ સત્યાગ્રહ તો પૂરો થવો જ જોઈએ.

ગાંધી-ઇર્વિન કરાર દ્વારા દરિયા કિનારાના લોકોને મીઠું બનાવવાનો અધિકાર મળ્યો
5 માર્ચ, 1931ના રોજ લંડનમાં બીજી ગોળમેજી પરિષદ યોજાઈ હતી અને ગાંધી-ઈર્વિન વચ્ચે રાજકીય સમજૂતી થઈ હતી, જેને 'દિલ્હી કરાર' તરીકે પણ ઓળખવામાં આવે છે.

મહાત્મા ગાંધી અને લોર્ડ ઈર્વિન ડ્રાફ્ટ કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા છે. પ્રથમ વખત અંગ્રેજોએ ભારતીયો સાથે સમાનતાના ધોરણે સમાધાન કર્યું હતું. ચિત્ર: ગૌતમ ચક્રવર્તી
મહાત્મા ગાંધી અને લોર્ડ ઈર્વિન ડ્રાફ્ટ કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા છે. પ્રથમ વખત અંગ્રેજોએ ભારતીયો સાથે સમાનતાના ધોરણે સમાધાન કર્યું હતું. ચિત્ર: ગૌતમ ચક્રવર્તી

અંગ્રેજો દ્વારા સ્વીકારવામાં આવેલી શરતો:

 1. હિંસાના આરોપીઓ સિવાય તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવા જોઈએ.
 2. ભારતીયોને દરિયા કિનારે મીઠું બનાવવાનો અધિકાર આપવામાં આવશે.
 3. ભારતીયો દારૂ અને વિદેશી કપડાંની દુકાનો સામે ધરણાં કરી શકે છે.
 4. ચળવળ દરમિયાન રાજીનામા આપનારાઓને પુનઃસ્થાપિત કરવામાં આવશે. જપ્ત કરેલી સંપત્તિ પરત કરવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા સ્વીકારવામાં આવેલી શરતો:

 1. સવિનય અસહકાર આંદોલન સ્થગિત કરવામાં આવશે.
 2. બીજી ગોળમેજી કોન્ફરન્સમાં કોંગ્રેસ ભાગ લેશે.
 3. કોંગ્રેસ બ્રિટિશ સામાનનો બહિષ્કાર નહીં કરે.
 4. ગાંધીજી બ્રિટિશ પોલીસના અતિરેકની તપાસની માગ છોડી દેશે.

સંદર્ભ:

 • સોલ્ટ સેસ એક્ટ, 1953
 • મેરી રોચેસ્ટર દ્વારા સૉલ્ટ એક્ટ
 • રોધરમંડ, ડાયટમાર દ્વારા ભારતનો આર્થિક ઇતિહાસ
 • શ્રી રામ બક્ષી દ્વારા ભારતીય રાષ્ટ્રીય ચળવળ અને રાજ
 • સુ. રંગરાજન દ્વારા મેરેથોન માર્ચ.

સંપાદક મંડળ: નિશાંત કુમાર, અંકિત ફ્રાન્સિસ અને ઈન્દ્રભૂષણ મિશ્રા.