• Gujarati News
  • India at 75
  • I Speak Hindustan Of 1947... The Countdown To Partition Had Begun, Roads lakes farms houses And Offices Were Being Divided Into Two.

હું 1947નું હિન્દુસ્તાન બોલું છું...સાતમી કડી:ભાગલાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું, રસ્તા-તળાવો-ખેતરો-ઘર અને ઓફિસો બધું જ બે ટુકડા કરી વહેંચાતું હતું

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • વાંચો 1 જાન્યુ.થી 15 ઓગસ્ટ, 1947 વચ્ચે આઝાદીનો માર્ગ ક્યાં-ક્યાંથી પસાર થયો... 15 કડીમાં આજે સાતમી

જૂન 1947માં આકરા તડકામાં હિન્દુસ્તાનની આવનારી કાલ ભારે ગમગીની અનુભવી રહી હતી. એક સપનાંને પીડા બનતું જોતા અને બહુ જ બધી ભીની આંખોને જશ્ન મનાવતા આ પહેલાં ભાગ્યેજ કોઈએ જોઈ હશે. દુઃખ અને ખુશીની એ પળોને 1947ના હિન્દુસ્તાનના શબ્દોમાં બતાવી રહ્યા છે. - ડૉ. ધનંજય ચોપરા (લેખક અલ્લાહાબાદ યુનિવર્સિટીના સેન્ટર ઓફ મીડિયા સ્ટડીઝમાં કોર્સ કો-ઓર્ડિનેટર છે.)

^3 જૂન 1947ના રોજ ભાગલાની જાહેરાત પછી દરેક દિવસ પોતાની સાથે દર્દની લાખો કહાનીઓ સાથે આગળ વધતા હતા. મારા શરીર પર મારાં બાળકોના લોહીથી ભાગલાની રેખાઓ ખેંચાઈ રહી હતી અને મારી ચીસો, જાણે અંદરને અંદર દમ તોડી રહી હતી. રસ્તા, તળાવો, ખેતરો, નદીઓ, ઘર, ઓફિસો... ભાગ્યે જ કંઈ બચ્યું હશે, જેના ટુકડા નહોતા થઈ રહ્યા. નક્કી થયું હતું કે 80% હિસ્સો હિન્દુસ્તાનને અને 20% પાકિસ્તાનને અપાશે. ભાગલાની જમીન પર આશાની લાશો ઢગલો બનીને વિખરાઈ રહી હતી.

બંગાળ અને પંજાબના ટુકડા થશે, એ નક્કી હતું. તેનાથી પૂર્વ બંગાળ અને પશ્ચિમ પંજાબમાં કત્લેઆમ શરૂ થઈ ગઈ. 40 કરોડ લોકોના ઘર-પરિવાર ઊજડી ગયાં. ડર એવો હતો કે, જૂનની બપોરે મહાકાય કાફલા પોતાની જમીનને અલવિદા કહીને કોઈ અજાણી મંજિલ તરફ આગળ વધતા હતા. બીજી તરફ, વાઈસરોય માઉન્ટબેટનનો એક સંદેશ રોજ એક સરકારી ઓફિસમાં ચીપકાવાતો હતો, જેની વચ્ચોવચ લાલ બોક્સમાં લખ્યું હતું કે, (15 ઓગસ્ટને)... આટલા દિવસ બાકી.

15 જૂન, 1947, માઉન્ટબેટન યોજના મુદ્દે કોંગ્રેસની મહોર લગાવવા માટે નહેરુ અધિવેશનમાં પહોંચ્યા, તો તેમણે ભારે વિરોધ સહન કરવો પડ્યો. મૌલાના આઝાદે કહ્યું કે, ભાગલા લાંબો સમય ટકી નહીં શકે. ચોઈથરામ ગિડવાણી તેને આત્મસમર્પણ ગણાવતા રહ્યા. જગત નારાયણ, રામ મનોહર લોહિયા અને પુરુષોત્તમદાસ ટંડન જેવા નેતા પણ સંમત ન હતા. આ નિર્ણાયક ક્ષણે ગાંધી અચાનક નહેરુ અને પટેલની તરફેણમાં આવી ગયા. પરિણામે પ્રસ્તાવ 157 મતથી પાસ થઈ ગયો. વિપક્ષમાં 29 મત પડ્યા, જ્યારે 32 તટસ્થ રહ્યા. આ દરમિયાન ઝીણા પણ મુસ્લિમ લીગમાં પ્રસ્તાવના પક્ષમાં બહુમતી બનાવવામાં સફળ રહ્યા હતા. તો સિંધુ નદીના કિનારે વસેલા પઠાણોના ઉત્તર-પશ્ચિમ સરહદ પ્રાંતથી ખાન અબ્દુલ ગફાર ખાન ઉર્ફ સરહદના ગાંધીએ કહ્યું કે અમારે પાકિસ્તાન નહીં, પરંતુ અમારું જુદું પશ્તુનિસ્તાન જોઈએ છે. પરંતુ તેમને કોઈએ ના સાંભળ્યા.

બીજી તરફ, 18 જૂને કાશ્મીર પહોંચેલા માઉન્ટબેટને મહારાજા હરિસિંહને કહ્યું કે જો તેઓ પાકિસ્તાન સાથે જશે, તો ભારત સરકાર તેને મિત્ર વિરોધી પગલું માનશે. સરદાર પટેલ અંગ્રેજોની ઈચ્છા પહેલેથી જ સમજી ગયા હતા અને કાશ્મીરને હિન્દુસ્તાનનો હિસ્સો જાળવી રાખવા શક્ય તમામ પ્રયાસ કરતા હતા. -કાલે વાંચોઃ કેવી રીતે નક્કી થયો આપણો ત્રિરંગો...

અન્ય સમાચારો પણ છે...