આ વીડિયો જોઈ એક જ મિનિટમાં તમારું માઈન્ડસેટ બદલાઈ જશે

Jun 05,2017 5:45 PM IST

5મી જૂનના દિવસે આપણે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવીએ છે. આ એક જ દિવસે આપણે પર્યાવરણ બચાવવાની, પાણીનો બગાડ નહીં કરવાની અને વધુ વૃક્ષો વાવવાની વાતો કરીએ છીએ. પણ ખરેખર જો રોજિંદા જીવનમાં આપણે પાણીનું મૂલ્ય સમજી શકીએ તો આવનારી પેઢી આપણને યાદ રાખશે. કેમ કે આજે પણ પાણીનો બગાડ નહીં કરીએ અને પાણીનું એક એક ટીપું પણ બચાવીશું તો ભવિષ્યમાં પાણી સંબંધિત સમસ્યાઓ અને પ્રશ્નો નહીં રહે છે. એવી જ રીતે વીજળીનો પણ યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આ વીડિયો પણ એક એવો જ મેસેજ આપે છે. વીડિયોમાં દર્શાવાયું છે કે વીજળી આપણા માટે કેટલી કિંમતી છે.