વીડિયો વાયરલ / જુઓ સૂતળી બોમ્બનો પાવર, પીપડાને રોકેટની જેમ હવામાં અંદાજે 30 ફૂટ જેટલું ઉછાળ્યું

Feb 14,2019 8:42 PM IST

અમદાવાદઃ નાનપણમાં સૂતળી બોમ્બને માટલાંમાં ફોડવાની મજા બધાએ લગભગ લીધી જ હશે. પણ મોટાં થઈને પણ અમુક તોફાનીઓ ન સુધરે. આવાં જ અમુક તોફાની તત્વોએ પાણી ભરવાના પીપડાની અંદર સૂતળી બોમ્બ સળગાવી દીધો. મોટા પીપડા સામે નાનાં એવાં સૂતળી બોમ્બની તાકાત જોઈ તમે પણ હેરાન થઈ જશો. સૂતળી બોમ્બ ફાટવાને કારણે પીપડું હવામાં 30 ફૂટ જેટલું ઊંચું ઉછળ્યું હતું. જુઓ વાઈરલ થયેલો આ વીડિયો