વાઇરલ વીડિયો / ચાર ચાર બંગડી ફેમ કિંજલ દવેનો નવો અવતાર, ડ્રમ વગાડી સૌને ચોંકાવી દીધા

Apr 01,2019 6:30 PM IST

વીડિયો ડેસ્કઃ ચાર ચાર બંગડીવાળી ગાડી પરથી ગુજરાતમાં લોકપ્રિય થયેલ કિંજલ દવેનો નવો અવતાર જોવા મળ્યો. આમ તો કિંજલ દવેની ઓળખાણ એક લોકપ્રિય સિંગરની છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે કિંજલ સારી રીતે ડ્રમ વગાડી પણ જાણે છે. કિંજલ દવેના એક પ્રોગ્રામમાં જ્યારે કિંજલ દવેએ ગાયિકી છોડી ડ્રમ વગાડવાનું ચાલુ કર્યું તો પ્રોગ્રામમાં હાજર સૌ કોઈ ચોંકી ઉઠ્યા. અને કિંજલે એવા તાલ સાથે ડ્રમ વગાડ્યુ કે લોકો તેનાં તાલે ઝૂમી ઉઠ્યા હતા. સોશિયલ મીડિયામાં કિંજલ દવેનો આ વીડિયો વાઇરલ થયો છે.