પૂજા કરતી વખતે કઈ દિશામાં હોવું જોઇએ આપણું મોં, ઘરમાં મંદિર કઈ જગ્યાએ રાખવું?

Nov 15,2018 1:29 PM IST

ધર્મ ડેસ્ક: મોટાભાગનાં ઘરમાં દેવી-દેવતાઓ માટે એક અલગ મંદિર કે જગ્યા હોય છે. નિયમિત રીતે ઘરના મંદિરમાં પૂજા કરવાથી શુભ ફળ મળે છે. વાતાવરણ પવિત્ર રહે છે. ઘરમાં શાંતિ જળવાઇ રહે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, ઘરના મંદિરમાં 7 વાતો ધ્યાનમાં રાખવી જોઇએ. - ઘરમાં પૂજા કરતી વ્યક્તિનું મોં પશ્ચિમ દિશામાં હોવું ખૂબજ શુભ ગણાય છે. આ માટે પૂજા સ્થળનું દ્વાર પૂર્વ દિશામાં હોવું જોઇએ. - જો શક્ય ન હોય તો, પૂજા કરતી વખતે વ્યક્તિનું મોં પૂર્વ દિશામાં હોય તો પણ શ્રેષ્ઠ ફળ મળી શકે છે. - ઘરમાં મંદિર એવી જગ્યાએ બનાવવું જોઇએ, જ્યાં દિવસ દરમિયાન એકાદવાર પણ સૂર્યનો પ્રકાશ અવશ્ય પહોંચતો હોય.