આ માસીએ આપી મચ્છર ભગાડવાની દેશી ફોર્મ્યૂલા, ઘરમાંથી બીજી મિનિટે ઉભી પૂંછડીએ ભાગશે

Aug 30,2018 11:19 AM IST

ચોમાસું આવે એટલે ઘરમાં કે ઓફિસમાં મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે અને આ મચ્છર જો કરડી જાય તો ઘણીવાર ડેન્ગ્યૂ જેવી બીમારી પેદા કરે છે. આનાથી બચવા માટે આપણે બજારમાં મળતી અનેક પ્રકારની પ્રોડક્ટ વાપરીએ જ છીએ. જે ઘણા અંશે મચ્છરના ત્રાસમાંથી મુક્તિ અપાવે છે. જો કે આના માટે આપણે ઘણા બધા પૈસાનો ખર્ચો પણ કરીએ જ છીએ તો સામે તેમાં રહેલાં કેમિકલ પણ થોડા ઘણા પ્રમાણમાં આપણા શરીરમાં પણ શ્વાસ વાટે જાય જ છે. જો કે આજે અમે તમને એક એવો સાવ સરળ અને સસ્તો ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છીએ જેનો ઉપયોગ તમે કરશો તો ચોક્કસ મચ્છરમાંથી તો છુટકારો મળશે સાથે જ તમારા ઘરમાં થોડા રૂપિયાની બચત પણ થશે. આ પ્રયોગ કરવા માટે તમારે જરૂર પડશે માત્ર બે જ વસ્તુની એક પૂજામાં વાપરવામાં આવતી કપૂરની ગોટીઓ અને બીજું લીમડાનું તેલ (આ તેલ તમને કોઈ પણ મેડિકલ સ્ટોર કે આયુર્વેદ દવાઓની દુકાને અથવા તો પતંજલિના સ્ટોરમાંથી મળી જશે). તો જોઈ લો કેવી રીતે જાતે જ ઘરે મચ્છર ભગાડવાની રિફીલ બનાવવાની રીત