આ લાકડું એક મહિનામાં જ મટાડશે ડાયાબિટીસ, ગુજરાતના નિવૃત્ત શિક્ષકે શોધી અક્સીર દવા

Dec 05,2018 8:23 PM IST

ગુજરાતના એક નિવૃત્ત શિક્ષકે ડાયાબિટીસની દેશી દવાનો એક વીડિયો બનાવ્યો છે. વલ્લભભાઈ વેગડા નામના આ નિવૃત્ત શિક્ષક રાજકોટમાં રહે છે. વીડિયોમાં તેઓ એક વનસ્પતિનું લાકડું બતાવી રહ્યા છે. આ લાકડું ડાયાબિટીસ માટે અક્સીર હોવાનું જણાવે છે. આ વનસ્પતિ માત્ર ગીરના જંગલમાં જ થતી હોવાનું તેઓ જણાવે છે. આ લાકડું કાપતી વખતે ડાળમાંથી લોહી જેવું પ્રવાહી નીકળે છે. જો આ લાકડાને પાણીમાં નાખવામાં આવે તો તેનો કલર બદલાઈ જાય છે. વલ્લભભાઈનું કહેવું છે કે, જે લોકોને ડાયાબિટીસ નથી તે પણ આ દેશી દવા ખાઈ શકે છે. તેમનો દાવો છે કે, આ દેશી દવા ગમે તેવા ડાયાબિટીસને એક મહિનામાં જ જડમૂળમાંથી કાઢી નાખશે.