બે સ્ટેપમાં શીખવી સાવ સરળ કસરત, ક્યારેય નહીં થાય ગેસ, વાયુ અને પેટની બીમારી

Dec 10,2018 9:27 PM IST

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર ખેતસીભાઈ મૈઠિયાએ કેન્સર, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી દૂર રાખે એવી કસરત શીખવી છે. આ કસરત એટલે કપાલભાતિ યોગ. રોજ 30 સેકન્ડ આ યોગ કરવાથી બોડી હળવીફૂલ રહે છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આ યોગ કરવાથી ગેસ, વાયુ અને પેટની બીમારી પણ નહીં થાય. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, નાની-મોટી ઉંમરના કોઈપણ લોકો આ યોગ કરી શકે છે. ખેતસીભાઈએ બે સ્ટેપમાં આ યોગ શીખવ્યાં છે.