આ ગુજરાતીએ શોધ્યું હાર્ટ બ્લોકેજનું અક્સીર ઔષધ, “અમૃત પુષ્પ” પીવાથી થાય કેન્સર પણ દૂર

Aug 30,2018 3:55 PM IST

દ્વારકાના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી. દિનેશ આર. વિઠલાણીના કહ્યા મુજબ તેમણે વર્ષો વર્ષની મહેનત અને સંશોધન અને રામાયણના ગ્રંથ અને આયુર્વેદનાં પુસ્તકોમાંથી રાજા ઈન્દ્રવાળું અમૃતનો વિસ્તૃત અભ્યાસ કરી અમૃત પુષ્પ નામનું પ્રવાહી વિકસાવેલ છે. આ કાર્ય તેઓ સમાજસેવાની ભાવના સાથે જ કરે છે. તેઓ વધુમાં કહે છે કે તે એવી કોઈ દવા નથી બનાવતા કે જેનાથી અણુસેલથી થતું કેન્સર મટી જાય. તેઓ ખાસ એ વાત પર ભાર મૂકે છે કે તેમનું આ પ્રવાહી મનુષ્યના શરીરની અંદર રહેલો બધો જ કચરો બહાર કાઢે છે.અને તેના કારણે જ બાદમાં અનેક પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ આવે છે. તે ખાસ એ વાત પર પણ ભાર મૂકે છે કે તેમનું આ અમૃત પુષ્પ નામનું પ્રવાહી એ ટોક્સિન્સથી થતા કેન્સરને જ મટાડે છે. આ બધી પ્રોસેસ કે આ અમૃત પુષ્પ નામનું પ્રવાહી પણ ત્યારે જ અસર કરે જ્યારે જે તે વ્યક્તિ દિનેશભાઈના કહ્યા મુજબની વસ્તુઓ કે વ્યસન બંધ કરી દે કે પછી તેની પરેજી પાળે.