ગુરુવાર, 6 ડિસેમ્બરના છે અમાસ, બોલો આ મંત્ર, મળે છે નદી સ્નાનનું પુણ્ય

Dec 04,2018 7:40 PM IST

ધર્મ ડેસ્કઃ- ગુરુવાર, 6 ડિસેમ્બરના અમાસ છે. પ્રાચીન સમયથી પરંપરા ચાલી રહી છે કે આ તિથિ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. આ જ કારણે અમાસ પર સમગ્ર દેશની તમામ નદીઓમાં સ્નાન માટે ભક્તો મોટી સંખ્યામાં પહોંચે છે. ઘણાં લોકો એના છે જે અમાસ પર નદીમાં સ્નાન કરવા ઈચ્છે છે, પરંતુ તે આ પુણ્ય કર્મ નથી કરી શકતા. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ આવા લોકો માટે પણ શાસ્ત્રોમાં સ્નાનની વિધિ જણાવવામાં આવી છે. આ વિધિથી ઘર પર જ નદી સ્નાનનું પુણ્ય મળી શકે છે.