મૂંઝવણ / લગ્નના 5 વર્ષ પછી બાળક રાખવાની વાત આવે તો પતિ ગુસ્સે થાય છે, શું કરવું?

Jul 09,2019 2:53 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે. પ્રશાંતભાઈને એક પત્નીનો સવાલ મળ્યો હતો કે, ‘અમારાં લગ્નને 5 વર્ષ થયાં છે, પણ મારા પતિને બાળક કરવાની ઇચ્છા નથી. એ એવું કહે છે કે, મારે બાળક જોઈતું નથી. મારાં સાસુ-સસરા પણ ઇચ્છે છે કે, બાળક હોય તો સારું. અમે બન્ને ફિઝિકલી ફિટ છીએ. મારા પતિને કોઈ બાળકની વાત કરે તો તે ગુસ્સો કરે છે. મારાં પતિ સાથે બાળપણમાં રમવાં જતી વખતે મિસબિહેવ કર્યું હતું. એટલે તેનાં મગજમાં આવો ડર છે. આવી સ્થિતિમાં શું કરવું?’;; જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ.