સવાલ / સંબંધોની સાઇકોલોજી વિથ પ્રશાંત ભીમાણી

Jun 03,2019 7:48 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે. પ્રશાંતભાઈને એક માતા-પિતાએ પૂછ્યું છે કે, ‘મારો દિકરો 10માં ધોરણમાં ભણે છે. તે વાતે વાતે ગુસ્સે થઈ જાય છે અને પોતાનું ધાર્યું ના થાય તો ગાળો ખૂબ જ ગાળો બોલે છે. ટાઇમસર નાહવા, ખાવા અને ઉંઘવા જેવી બાબતે તેને ખૂબ જ ટોકવો પડે છે. કોઈ સંબંધી ફરવા ગયા હોય તો તે પણ ફરવા જવાની જીદ કરે અને કહે કે, તારક મેહતાના જેઠાલાલને મળવું છે. મને ઇમેજિકા પાર્કમાં લઈ જાવ નહીં તો હું મરી જઈશ. આવી ધમકી આપે છે. તેની ઘણી દવાઓ કરાવી દવાની કોઈ અસર થતી નથી. આવી પરિસ્થિતિમાં શું કરવું?’; જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ.