ગેલેક્સી ફોલ્ડ / સેમસંગનો પહેલો ફોલ્ડેબલ 5જી સ્માર્ટફોન લોન્ચ થયો, કિંમત રૂ. 1.41 લાખ

Feb 21,2019 1:54 PM IST

ગેજેટ ડેસ્કઃ સેમસંગે બુધવારના રોજ પહેલો ફોલ્ડેબલ અને 5જી સ્માર્ટફોન ગેલેક્સી ફોલ્ડ લૉન્ચ કર્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી આ ફોનની ચર્ચા થતી હતી. આખરે કંપનીએ ગેલેક્સી ફોલ્ડને લૉન્ચ કર્યો. 4.6 ઇંચનો ફોલ્ડબલ સ્માર્ટફોન ખૂલ્યા બાદ 7.4 ઇંચની સાઇઝ ધરાવે છે, એટલે કે સ્માર્ટફોન ખૂલ્યા બાદ ટેબલેટ જેવો લાગે છે. આ ફોનની કિંમત રૂપિયા 1.41 લાખ (1,980 ડોલર) છે. 26 એપ્રિલથી સ્ટોરમાં વેચાણ શરૂ, પ્રીબુકિંગ વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી 16+12+12 મેગાપિક્સલના 3 રિયર કેમેરા, 10+8 મેગાપિક્સલના 2 અને 10 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો 12GB રેમ અને 512GBનું ઇનબિલ્ટ સ્ટોરેજ, 4380mAh કેપેસિટીની 2 બેટરી