Redmi Note 5 લોન્ચ, ઓછી કિંમતે મળશે આવા વર્લ્ડ ક્લાસ ફિચર્સ

Feb 14,2018 3:54 PM IST

શાઓમીએ આજે પોતાના પોપ્યુલર બજેટ સ્માર્ટ ફોનનું નેક્સ્ટ મૉડેલ Redmi Note 5 લોન્ચ કર્યુ છે. આને 3GB/32GB અને 4GB/64GBવાળા બે વેરિએન્ટમાં લોન્ચ કરાયા છે. આની કિંમત અનુક્રમે 9,999 અને 11,999 રૂપિયા રાખવામાં આવી છે. Redmi Note 5માં 5.99 ઈંચની ફુલ એચડી પ્લસ સ્ક્રીન આપવામાં આવી છે અને તેનો ડિસ્પ્લે એસ્પેક્ટ રેશિયો 18:9 નો છે. એટલે કે એક હદ સુધી આને બેજલ લેસ સ્માર્ટફોન કહી શકાય.