Connect Smartphone To TV / પૈસા ખર્ચ્યા વગર ફોનમાંથી મૂવી TV પર જોવો, કનેક્ટ કરવાની સરળ પ્રોસેસ

Jan 26,2019 4:32 PM IST

તમે તમારા 4g સ્માર્ટફોનને ટેલીવિઝન સાથે USB કેબલની મદદથી કનેક્ટ કરી શકો છો. આ એક નોર્મલ USB કેબલ હોય છે જે ફોન ચાર્જિંગ કરવામાં કામમાં આવે છે. એટલે તમારે કેબલ માટે કોઇપણ ખર્ચ કરવાની જરૂર નથી. માત્ર તમારું TV વીડિયો ફોર્મેટને સપોર્ટ કરવું જોઇએ. સાથે જ, ફોનમાં એન્ડ્રોઇડ 5.1 લોલીપોલ ઓપરેટિંગ સિસ્ટમ હોવું જોઇએ. કેબલના એક ભાગને ફોનના ચાર્જિંગ પોર્ટ અને અન્યને ટીવીના USB પોર્ટમાં લગાવો. હવે ટીવીના જે પોર્ટ પર ફોનને કનેક્ટ કર્યો છે તેને રિમોટથી સિલેક્ટ કરી લો. હવે ફોનમાં ઉપરની તરફ આવતા USB કનેક્ટેડ ઓપ્શન પર ટેબ કરો. પછી ટર્ન ઓન USB સેટિંગ્સ પર ટેબ કરો. તમારા ફોનના વીડિયો, ફોટો, મ્યૂઝિક ટીવી પર દેખાવા લાગશે.