મેદાનમાં ઘૂસેલા ફેન માટે વિરાટ કોહલી બન્યો બોડીગાર્ડ, સુરક્ષાકર્મીઓને પણ આપી ખાસ સૂચના

Nov 17,2019 6:10 PM IST

ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટમેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાનો ફેન મેદાનમાં ઘૂસ્યો હતો. ટીમ ઈન્ડિયાની જીતની થોડી ક્ષણો પહેલાં જ આ પ્રશંસક કે જેણે તેના શરીર પર પણ વીકે એટલે કે વિરાટ કોહલી ચિતરાવ્યું હતું તે લોખંડની ગ્રિલ કૂદીને મેદાનમાં દોડ્યો હતો. સુરક્ષાકર્મીઓની નજર ચૂકવીને ખેલાડીઓ પાસે પહોંચેલા આ પ્રશંસકે વિરાટ સહિત અન્ય ખેલાડીઓના પગે લાગ્યો હતો. જો કે, વધુ કંઈ થાય તે પહેલાં તો તરત જ મેદાનમાં સુરક્ષાકર્મીઓએ જઈને તેને પકડી લીધો હતો. વિરાટે પણ આ ફેનને સુરક્ષાકર્મીઓથી થોડીવાર બચાવ્યો હતો. સાથે જ તેઓ તેને જ્યારે મેદાનની બહાર લઈ જતા હતા ત્યારે વિરાટ કોહલીએ પણ તેમને ખાસ સૂચના આપતાં કહ્યું હતું કે તેની સાથે સારો વ્યવહાર કરે અને શાંતિથી મેદાનની બહાર લઈ જાય.