વાઈરલ / કોહલીએ ‘બોટલ કેપ ચેલેન્જ’માં ભાગ લીધો, રવિ શાસ્ત્રીની કોમેન્ટ્રી વાળો વીડિયો પોસ્ટ કર્યો

Aug 12,2019 8:52 PM IST

ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ પણ રવિવારે બોટલ કપ ચેલેન્જ;માં ભાગ લીધો અને તેનો એક વીડિયો પણ ટ્વીટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં વિરાટ બોટલનાં ઢાંકણને પોતાના બેટ વડે અલગ જ અંદાજમાં ખોલતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સાથે કોચ રવિ શાસ્ત્રીના અવાજમાં કોમેન્ટ્રી પણ ચાલી રહી છે. આ વીડિયો નીચે કોહલીએ કેપ્શન પણ લખ્યું હતું કે, ક્યારે ન કરવાથી સારું છે, થોડું મોડું થાય.